BREAKING

આગામી 18 ફેબ્રુઆરી ના રોજ પાલીતાણા ખાતે બાબર જ્ઞાતિ ના સમૂહલગ્ન યોજાશે.




સંતો મહંતોઅને રાજકીય આગેવાની ની હાજરીમાં ૨૫  નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે.

આગામી તા ૧૮ ફેબ્રુઆરીના રોજ પાલીતાણા ખાતે સમસ્ત બાબર જ્ઞાતિ ના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાલીતાણા બાબર જ્ઞાતિ દ્વારા તમામ જ્ઞાતિજનો ને પધારવા ભાવભર્યું  આમત્રણ આપવામાં આવ્યું છે.

હાલના મોંઘવારીના સમયમાં એક પિતાએ પોતાના દીકરા-દીકરી ને પરણાવવા માટે નેવા ના પાણી મોભારે ચડાવવા જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે માધ્યમ અને ગરીબ વર્ગ ની તો હાલત શું થાય તે વિચારવું પણ અઘરું છે, સમાજિક પ્રસંગો કરવા પણ એટલા જ જરૂરી છે ત્યારે હવે માધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ જ જ નહી પરંતુ સીમંત અને સભ્ય સમાજ પણ હવે સમૂહ લગ્નને અનિવાર્ય સમજી ને તેમના દીકરા દીકરીને પણ અમૂહલગ્નમાં પરણાવે છે.

ત્યારે ખુબજ ઓછી સંખ્યા ધરાવતા એવા બાબર સમાજમાં પણ પોતાના જીલ્લા કે તાલુકા સ્થળો પર ખૂબસ સુંદર રીતે સમૂહ લગ્ન નું આયોજન કરી રહ્યા છે અને દીકરા-દીકરીના વાલીઓ પર હોશ થી તેમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ભાવનગર જીલ્લા ના પાલીતાણા ખાતે આગામી ૧૮ ફેબ્રુઆરી ના રોજ છઠ્ઠા સમૂહ લગ્ન નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, આ અમૂહ લગ્નમાં ૨૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલા મળશે,  સમૂહલગ્ન માં જોડાનાર કન્યાઓને દાતાઓ તરફ થી ખુબ જ સારા એવા પ્રમાણમાં કરિયાવર નું અનુદાન કરવામાં આવ્યું છે, આ સમૂહલગ્નમાં સંતો મહંતો સાથે પાલીતાણા ના ધારસભ્ય પ્રવીણભાઈ રાઠોડ, ભાવનગર જીલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા- કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સહિતના રાજકીય આગેવાનો તેમજ દિનેશભાઈ ગોધાણી, એમટી બગદાણા સહિતના ઉદ્યોગપતિઓ ખાસ હાજરી આપશે આ ઉપરાંત બાબર સમાજના તેમજ અન્ય સમાજ આગેવાનો પણ હાજરી આપશે,


આ સમૂહ લગ્ન ને સફળ બનાવવા માટે ભીખુભાઈ ભટ્ટી, ભીખુભાઈ બખાલાકીય, ભીખાભાઈ મકવાણા, શામજીભાઈ સોસા, મનુભાઈ પાટી, ભરતભાઈ મકવાણા,બાઘભાઈ સોસા, નટુભાઈ ખોરાસીયા,મકનભાઈ વાળા, બી જી સોલકી સાહેબ, મનુભાઈ કંડોળિયા ,વલ્લભભાઈ ગઢાદરા સહિતના આગેવાનો અને યુવા કાર્યકરો ભારે જહેમત ઉઠાવી છે. સવાર ના છ વાગ્યા થી જાન આગમન થી સમૂહલગ્ન સમરોહ ની શરૂઆત સાથે લગ્નવિધિ મનસુખદાદા રાભડાવાળા કરાવશે તેમજ મેહેમાનોની આગતા સ્વાગતા કરવામાં આવશે અને બપોરે ત્રણ કલાકે કન્યા વિદાય કરવામાં આવશે, તમામ લગ્નમાં પધારનાર મેહમાનો ની ભોજન વ્યવસ્થા માટે, કન્યાઓને કરિયાવર માટે, ચા પાણી અને રસોડાના કામકાજ તેમજ પાર્કિંગ વ્યવસ્થા અને જાનૈયા માટેની વ્યવસ્થા માટે ૨૦૦ કરતા વધુ સ્વયમ સેવકો ને કામની ફાળવણી કરી દેવામાં આવી છે, ત્યારે આ ભવ્ય સમૂહ લગ્નમાં પધારવા માટે પાલીતાણા બાબર જ્ઞાતિ સેવા સમાજ મંડળ ના  આગેવાનો દ્વારા ભાવભર્યું આમત્રણ પાઠવવામાં આવે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો