રિપોર્ટ બાય- સલીમ બરફવાલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંકલ્પ સમા સ્વચ્છ ભારત યોજના ને વધું મજબૂત બનાવવા સેનીટેશન વિભાગ જબરદસ્ત કામગીરી કરે છે જે નોંધિનિય છે..
સિહોર સેનિટેશ વિભાગનું એક આવકારવા દાયક પગલું' સેનિટેશન વિભાગે હેલ્પલાઈન શરુ કરી' કચરાની ફરિયાદ માટે ૨૩૧૦૬૧ પર કોલ કરો એટલે એકજ કલાકમાં ફરિયાદનો નિકાલ
કલ્પના અને હકીકત મા બહુ ફર્ક હોય છે... દૃઢ સંકલ્પ સાથે કોઈ માનવી સમાજ હિત નું કાર્ય કરે તો તેને ચોક્કસ સિદ્ધિ મળે છે..સ્વચ્છ આંગણું - સ્વચ્છ ગામ - સ્વચ્છ દેશ - એ દેશ ની પ્રગતિ ની નિશાની છે..મોદીનાં સ્વપ્ન સમા સ્વચ્છ ભારત માટે દેશભર મા એક ખાસ અભિયાન હાથ ધરવા મા આવે છે અને દેશના દરેક જગ્યા પર સ્વચ્છતા અભિયાન યોજવામાં આવે છે અને સાવરણાં હાથમાં લઈને ફોટો સેશન પણ કરવામાં આવે છે પણ અહીંયા જે સિહોર નગર પાલિકાનું સેનિટેશન વિભાગ કામ કરે છે એ જબરદસ્ત છે કહી શકાઈ કે આ વિભાગ બારે માસ સ્વચ્છતા અભિયાન ચલાવે છે કહી શકાઈ કે આ વિભાગ રોજજે સમગ્ર શહેરતો ચોખ્ખુ ચટ કરે જ છે ઉપરાંત જયારે જયારે સમય ની અનુકૂળતા એ ધાર્મિક સ્થળો હોયકે હાઈવે કે પછી એતિહાસિક સ્થળો કઈને કઈ સ્થળે આ વિભાગની સફાઈ કામગીરી શરુજ હોય છે ત્યારે અહીંયા એ કહેવું ખોટું નથી કે સ્વચ્છતા અભિયાન નું મોદી સાહેબનું સૂત્ર સિહોર નગર પાલિકા સેનિટેશ વિભાગે સાર્થક કર્યું છે ત્યારે સિહોરના ભાવનગર રાજકોટ રોડની બંને બાજુની સાઈડો સાફ સુથરી કરીને ચોખી ચટ કરશે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો