BREAKING

લેબલ palitana-jaliya-airforce-officer સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ palitana-jaliya-airforce-officer સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

પાલીતાણા તાલુકાના જાળિયા ગામ ના એરફોર્સના અધિકારી શહીદ થતા તેમના પાર્થિવ દેહને ભાવનગર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો.


ગ્વાલિયર ખાતે ઇન્ડિયન એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસર તરીકે ટ્રેનિંગ લઈ રહેલા પાલીતાણાના જવાન શહીદ થતા આજે તેમના પાર્થિવ દેહને ભાવનગરના એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ભાવનગરના પદાધિકારીઓ અને સમાજના અગ્રણીઓ તેમજ શાળાના બાળકો દ્વારા તેમને સલામી આપી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તેમના પરથીવ દેહને તેમના વતન જળીયા ખાતે અંતિમવિધિ કરવામાં આવશે.




ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જાળિયા ગામ ના જવાન જયદતસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયા તેમને એક વર્ષ પહેલા ઇન્ડિયન એરફોર્સમાં ખુબ જ અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી અને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારી ઇન્ડિયન એરફોર્સમાં કલાસ-1 ઓફિસર તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી, તેઓએ બેંગ્લોર ખાતે તેમની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ હાલ તેઓ ગ્વાલિયર ખાતે ખાતે પોતાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા.ગ્વાલિયર ખાતે તેઓ ટ્રેનિંગ દરમિયાન તેઓ શાહિદ થયા હતા. જેમના પાર્થિવ દેહને આજે સ્પેશિયલ પ્લેન મારફતે ભાવનગર ના એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં એરફોર્સના જવાનોએ તેમના પ્રોટોકોલ મુજબ તેમના દેહને પાલીતાણાના જાળીયા ગામે તેમના વતન ખાતે લઈ જવાની વિધિ કરવામાં આવી હતી.તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ભાવનગર ના મેયર સહિતના રાજકીય પદાધિકારીઓ, આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શાળાના બાળકો દ્વારા જવાન ના દેહને પુષ્પજલી આપી અશ્રુભીની વિદાય આપી હતી.