ગારીયાધારમાં અનેક સમસ્યાઓ છે તે સમસ્યાઓને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ : દિવ્યેશ ચાવડા
ભાવનગર જિલ્લામાં ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક ઉમેદવારો તેમના મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દિવ્યેશ ચાવડાની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકો પણ જોડાયા છે ,ગઈકાલે ગારીયાધારમાં કોંગ્રેસના દિગજ નેતાઓની ઉપસ્થિતિમાં જંગી જાહેરસભા યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગારીયાધારમાં છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય તરીકે કેશુભાઈ નાકરાણી ચૂંટાઈ આવે છે, પરંતુ ત્રીસ વર્ષમાં ગારીયાધારમાં વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ત્યારે લોકોના આ સમસ્યા અને લોકોના આ પ્રશ્નોને લઈને કોંગ્રેસ લોકોની વચ્ચે જઈ રહી છે તેમ ઉમેદવાર દિવ્યેશ ચાવડાએ જણાવ્યું હતું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો