અરવિંદ ભટ્ટી
ભાવનગર
નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દિલ્હી દ્વારા ભારત દેશમાંથી વકૃત્વ સ્પર્ધા માટે 15 વિદ્યાર્થીઓ પસંદ થયેલા, જેમાં બોટાદના દ્રષ્ટિ પંકજભાઈ ખેર સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ થયા હતા.
સંસદ ભવન દિલ્હીમાં મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલી વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ અને મહાત્મા ગાંધી વિશે પ્રભાવશાલી પ્રવચન આપી તેમણે ઉપસ્થિત દેશભરના અધિકારીઓ અને શ્રોતાઓનું દિલ જીત્યું હતું, બાબર સમાજના દીકરી હોય અને રાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ સમગ્ર બાબર સમાજનું ગૌરવ વધાર્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો