BREAKING

પાલીતાણાના પત્રકારશ્રી વિશાલ સાગઠિયા તેમના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરશે.



પાલીતાણા પત્રકાર સંઘના મહામંત્રીશ્રી વિશાલ સાગઠીયાનો આવતીકાલે જન્મદિવસ છે. સામાન્ય રીતે લોકો પોતાના જન્મ દિવસની ઉજવણી ભારે ધામધૂમથી ઉજવીને તેને યાદગાર બનાવતાં હોય છે. પરંતુ કેટલાંક લોકોને હૈયે સમાજનું હીત વસેલું હોય છે.

જેઓ સ્વ પહેલાં સમાજને મૂકે છે. આવા જ એક સમાજ હીતેચ્છુ ભાવનગરના પાલિતાણાના પત્રકાર શ્રી વિશાલ સાગઠિયા છે. જેઓએ તેમનો જન્મ દિવસ વૃધ્ધો વચ્ચે ઉજવવાનું નક્કી કર્યું છે. નિરાધાર વૃધ્ધો જીવનમાં એકલતા અનુભવતાં હોય છે ત્યારે તેમના જીવનમાં એક દિવસ ઉમંગનો ભરવાને શ્રી વિશાલ સાગઠિયા પોતાનું અહોભાગ્ય સમજે છે.

જેને લઇને તેઓ તેમનો જન્મ દિવસ પાલિતાણાના પત્રકાર મિત્રો સાથે  તથા પાલિતાણા સમસ્ત પત્રકાર સંઘ દ્વારા જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે સર્વોદય સોસાયટીમાં આવેલ વૃદ્ધાશ્રમ ખાતે વૃધ્ધો અને વડીલો સાથે વિશાલ સાગઠીયા પત્રકારનો જન્મ દિવસ ઉજવવામાં આવશે.

જેમાં વૃધ્ધાશ્રમના વૃધ્ધોની હસ્તે કેક કાપી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે. આમ, પત્રકાર માત્ર નકારાત્મકતા સાથે જ જુએ છે તેવી સામાન્ય વિભાવનાને બદલે પત્રકાર પણ એક સામાજિક પ્રાણી છે. તેનામાં પણ એક સંવેદના જીવે છે. તેને આવતીકાલની ઘટના સાહેદી પૂરશે. સાથે સાથે સમાજ વચ્ચે એક સંદેશ પણ લઇ જશે કે વૃધ્ધોને પણ લાગણીઓની પોતીકાપણાની અને ઘરડે ઘડપણ પોતાના લોકોની જરૂર હોય છે. આવો નાનકડો પ્રયાસ પણ જો તેમના ચહેરા પર હાસ્યનું નિમિત્ત બનશે તો આ ઉજવણી સાર્થક બની રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો