BREAKING

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહારના ભાવનગરના વિભાગીય નિયામક એ.કે.પરમારનો સન્માન કાર્યક્રમ યોજાય ગયો


ગુજરાત રાજ્ય માર્ગવાહનવ્યવહાર નિગમ ભાવનગર SC-ST કર્મચારી મંડળ અને ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળના ઉપક્રમે એસ.ટી.ભાવનગર વિભાગના વિભાગીય નિયામક એ.કે. પરમારનો સન્માન કાર્યક્રમ તા.15.06.22ના રોજ શિહોર મુકામે ખુબજ હર્ષોલ્લાસ પૂર્વક સંપન્ન કરવામાં આવ્યો.


વિભાગીય નિયામક એ.કે.પરમાર દ્વારા કર્મચારીઓને સામાજિક એકતા જાળવવા,નિગમની નફાકારકતા વધારવા સહિત સેવા ભાવના સાથે ફરજ બજાવવા જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં પધારેલ મહેમાનો અને સૌ કર્મચારીઓનું શાબ્દિક સ્વાગત ગઢડા ડેપોના ક્લાર્ક  એમ.એમ.બાબરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.  ગઢડા ડેપોના નરેન્દ્રભાઇ સુણાએ સામાજિક એકતા અંગે સુંદર પ્રાસંગીક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પૂર્વ કર્મચારીઓ દિનકર બોરીચા, દાનજીભાઈ પરમાર અને શિહોર ગોહિલવાડ જ્ઞાતિ વાડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહી એ.કે પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.

ભાવનગર એસ.ટી ક્રેડિટ સોસાયટીના ડિરેકટર શામજીભાઈ રાઠોડે પ્રાસંગીક ઉદબોધન કરેલ હતું. આ કાર્યક્રમની સફળતા માટે ભાવનગરથી પી.પી.જોગદીયા અને નરેશભાઈ બોરીચા તેમજ પાલીતાણા ડેપોથી કાંતિભાઈ સાંડેશ, અમૃતભાઈ બોરીચા અને સમગ્ર ટીમ તેમજ મહુવા ડેપો તરફથી ત્રિભુવનભાઈ અને માલજીભાઈ સાથે મહુવા ટીમ, તળાજા ડેપો તરફથી રમેશભાઈ સોઢા, નાનજીભાઈ સાથે ટીમ તળાજા, ગારીયાધાર ડેપો તરફથી રમેશભાઈ પરમાર, અશ્વિનભાઈ બાબરીયા સાથે ટીમ ગારીયાધાર, બરવાળા ડેપોના લલિતભાઈ પરમાર બોટાદના હરેશભાઇ ચાંચિયા, હેમંત પરમાર અને ગઢડા ડેપોથી વાલજીભાઈ સોલંકી, અરવિંદભાઈ પરમાર વગેરેએ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવેલ હતી. આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન અને સંચાલન પીપી પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો