હાલમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ તથા ડિઝલ અછત અંગેના ભ્રામક સમાચાર અંગે જણાવવાનું કે, ભાવનગર જિલ્લામાં તમામ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ/ડિઝલનો સ્ટોક પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આથી આ પ્રકારના ભ્રામક સમાચારથી દુર રહેવા તમામ ગ્રાહકોને અનુરોધ છે.
વધુમાં જણાવવાનું કે, પેટ્રોલ કે ડિઝલનો વધારોનો જથ્થો સંગ્રહ ન કરવા વિનંતી છે. અન્યથા આવશ્યક ચીજ-વસ્તુઓના કાળાબજાર થતા અટાકવવા અને પુરવઠો જાળવી રાખવા બાબત અધિનિયમ-૧૯૮૦ મુજબ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત ફેક ન્યુઝ ફેલાવવા બદલ ફોજદારી પગલા લેવામાં આવશે. વધુમાં આ બાબતેની ફરીયાદના કિસ્સામાં જિલ્લાની કચેરીના ઈ-મેઈલ dso-bav@gujarat.gov.in પર અથવા લેખિતમાં જાણ કરવાં ભાવનગર કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો