કેન્દ્ર સરકારના 8 વર્ષ પુર્ણ થતા નાનાજી દેશમુખ હોલ, બોટાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી બાબુભાઈ જેબલીયા એ પત્રકાર પરિષદને સંબોધન કર્યુ.
શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયો છે અને અનુભવ કર્યો છે.- શ્રી બાબુભાઈ જેબલીયા, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના દરેક વ્યકિત અને દરેક ક્ષેત્રને ધ્યાને રાખી આવરી લઈ યોજનાની જાહેરાત કરી છે.
ભારતીય જનતા પાર્ટી બોટાદ જીલ્લા મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજે તારીખ 05 જૂન 2022ના રોજ કેન્દ્ર સરકારના 8 વર્ષ પુર્ણ થતા નાનાજી દેશમુખ હોલ, બોટાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી બાબુભાઈ જેબલીયા એ પત્રકાર પરિષદને સરકારે કરેલ વિવિધ કાર્યોની માહીતી આપી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં શ્રી બાબુભાઈ જેબલીયા એ પત્રકારશ્રીઓને માહિતી આપતા જણાવ્યું કે, યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સુશાસનના આઠ વર્ષ પુર્ણ થયા છે. શાસન અને સુશાસન વચ્ચેનો ફરક આઠ વર્ષની અંદર દેશવાસીઓએ જોયો છે અને અનુભવ કર્યો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના લોકોની આશા-અપેક્ષાને પુર્ણ કરવા અનેક યોજના દરેક વર્ગના લોકો માટે જાહેર કરી તેનો લાભ લાભાર્થીને મળે તેની પણ ચિંતા કરી છે. વડાપ્રધાનશ્રીએ કરેલ વિવિધ યોજના પૈકી આયુષ્યમાન ભારત યોજનામાં એક લાખ 18 હજાર જેટલા સેન્ટર ઉભા કરવામાં આવ્યા, 18 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડ કાઠવામાં આવ્યા.સાડા ત્રણ કરોડ લોકોની સારવાર વિના મુલ્યે કરવામાં આવી છે. કોરોનાની વૈશ્વીક મહામારી સયમે 190 કરોડથી વધુ રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આવી મહામારી સમયે દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો રાખી તેમને પ્રોત્સાહન આપી દેશમાં એક નહી બે રસી લાવ્યા. દેશવાસીઓને કોરોના સામે રક્ષણ અપાવવા ફ્રીમાં રસી આપી. આજે લોકો એક બીજાની આજૂબાજૂમાં બેસે છે તેનો જશ આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જાય છે. વિશ્વના દેશોએ પણ સ્વીકાર્યુ કે કોરોના મહામારીમાં સૌથી સારુ કામ ભારત દેશે કર્યું છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભો જે લાભાર્થીઓએ લીધો છે તે અંગે માહિતી આપી. દેશના યુવાનને સરળતાથી લોન આપી વ્યવસાય શરૂ કરી શકે તેવા પ્રયાસ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યો. પ્રધાનમંત્રી જનઘન યોજનાના દેશભરમાં 45 કરોડ 21 લાખ ખાતા ખુલ્યા.આ યોજનાની શરૂઆતમાં અન્ય રાજકીય પાર્ટીના નેતાઓ વિરોઘ કરતા હતા પરંતુ આ ખાતા ખુલ્યા પછી લાભાર્થીના ખાતામાં સિઘા રૂપિયા જમા થતા. પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજનાના કુલ 31.90 લાખ લોન મંજૂર કરી છે.પ્રધાન મંત્રી ગરિબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ દેશવાસીઓને ફ્રીમા અનાજ આપ્યું છે. વન નેશન વન રેશન યોજના હેઠળ અઢી કરોડ લોકોએ લાભ લીધો.શૌચાલયનુ કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારે શરૂ કર્યું અને લાલ કિલ્લા પરથી આ યોજનાની જાહેર કરી અને આજે આશરે 11 કરોડ જેટલા શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં એક કરોડ 34 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી જેના કારણે યુવાનોને તેમના ગમતા ક્ષેત્રેમાં નોકરી પણ મળી છે.દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 8 વર્ષ દરમિયાન કરેલ સેવાકીય કામોથી લોકો આજે પણ કહે છે કે સુશાસન તો નરેન્દ્રભાઇ મોદી જેવુ હોવું જોઇએ. કાશ્મીરમાં કલમ 370ને દુર કરવા લોકોની લાગણી હતી તેને પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારે એક ઝાટકે દુર કરી.સિમાઓને સુરક્ષીત કરવામા આવી,મુસ્લિમ સમાજની બહેનોને ત્રિપલ તલાકનો કાયદો લાવી સલામતી આપી છે. આવનાર દિવસમાં વધુ સારી કલ્યાણકારી યોજનાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
શ્રી બાબુભાઈ જેબલીયા વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારની આઠ વર્ષની કાર્યકાળની ઉજવણીના અનુસંઘાને ભાજપ બોટાદ જીલ્લા દ્વારા 15 દિવસ સુધી અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી બાબુભાઈ જેબલીયા એ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની સરકારને કેન્દ્રમાં 8 વર્ષ પુર્ણ થવા બદલ વડાપ્રધાનશ્રીને અભિનંદન. આઠ વર્ષના સાશનમાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દેશ બદલાતો દેખાઇ રહ્યો છે. દેશમાં વર્ષો પછી શાસનમાં બદલાવ લાવવાળી સરકાર મળી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સેવાભાવ,સુશાસન,ગરિબનુ કલ્યાણ,યુવાનોને દિશા આપવી જેવા નિર્ણય કર્યા.ઉજાલા યોજના હેઠળ 36 લાખ એલ.ઇ.ડી. બલ્બનું વિતરણ કરવામાં આવ્યું. કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત 12 કરોડ ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા સિધા ખાતામાં જમા કરાવવામાં આવે છે. ગામડામાં રહેતા બહેનોને ધુમાડાથી મુકતી આપી બીમારીમાથી દુર કરવા આશરે 12 કરોડ બહેનોને વિનામુલ્યે એલપીજી ગેસના કનેકશન આપ્યા. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના દરેક વ્યકિત અને દરેક ક્ષેત્રને ધ્યાને રાખી આવરી યોજનાની જાહેરાત કરી છે. જલ જીવન મિશન અંતર્ગત પાછલા ત્રણ વર્ષમાં 6 કરોડ 30 લાખ ઘરોમાં નલથી જળ પહોચાડવામાં આવ્યું છે.દરેક ઘરને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રની સરકારમાં સ્થિર સરકાર,સ્પષ્ટ નીતી અને સાફ નીયત વાળી ભાજપની સરકાર મળી છે. ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં બોટાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી ભીખુભા વાઘેલા, અમરેલી જીલ્લા પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, બોટાદ જીલ્લા મીડીયા કન્વીનર પિયુષભાઈ શાહ અને બોટાદ જીલ્લા ભાજપ પ્રવક્તા કિશોરભાઈ પીપાવત ઉપસ્થિત રહ્યા હતા.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો