સખપર ગામેથી ઓનલાઇન જુગાર રમતા ચાર જુગારીઓને કુલ કિ.રૂ. ૫૪,૨૩૦/- ના મુદામાલ સાથે દબોચી લીધા
હજુ થોડા દિવસો પહેલા ગઢડા તાલુકાના અડતાળા ગામે ચાલતા મોટા જુગારધામ પર ગઢડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કરમટીયા અને સ્ટાફે સપાટો બોલાવ્યો હતો.ત્યાં આજે ગઢડા તાલુકાના મોટા સખપર ગામેથી ચાર જુગારીઓને ગઢડા પોલીસે દબોચી લીધા.
પ્રાપ્ત વિગત અનુસાર બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. કરનરાજ વાઘેલાએ પ્રોહીબીશન તથા જુગારના સફળ કેસો શોધી કાઢી ગેરકાયદેસર પ્રવૃતિઓ સંપૂર્ણપણે નાબુદ કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ. કે. ત્રિવેદીના માર્ગદર્શનમાં ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી આર. બી. કરમટીયા તથા એ.એસ.આઇ ઉદયભાઇ શાંતીભાઇ રાજૈયા તથા પો.કોન્સ પ્રવિણભાઇ રમણીકભાઇ જાદવ તથા પો.કોન્સ જીતુભાઇ વાલજીભાઇ ચૌહાણ તથા પો.કોન્સ વિશાલભાઇ લખમણભાઇ પરમાર નાઓને બાતમી હકીકત આધારે ગઢડા પો.સ્ટેના મોટા સખપર ગામથી ચાર જુગારીઓને મોબાઇલ ફોન વડે રમી નામનો ઓનલાઇન જુગાર રમી કુલ કિ.રૂ ૫૪,૨૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓ
(૧) અશોકભાઇ ભુપતભાઇ મેર ઉં.વ ૩૨ રહે. મોટા સખપર તા. ગઢડા જી.બોટાદ (૨) રમણીકભાઇ ઓધાભાઇ મકવાણા ઉ.વ ૨૪ રહે. મોટા સખપર તા. ગઢડા જી.બોટાદ (૩) અજીતભાઇ રવજીભાઇ સોલંકી ઉ.વ ૩૯ રહે. મોટા સખપર તા. ગઢડા જી.બોટાદ (૪) ધવલભાઇ ઘનશ્યામભાઇ મેર ઉ.વ ૧૯ રહે. મોટા સખપર તા. ગઢડા જી.બોટાદ
તૃપિક કાપડી


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો