ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલ તાપિબાઈ વિકાસ ગૃહ આવતીકાલે બે દીકરીઓના લગ્ન કરાવી રહી છે. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને તેના મોટા ભાઈ ડો.ગીરીશભાઈ વાઘાણી બંને દીકરીઓના પિતા બની કન્યા દાન કરશે.
સંસ્થાની બે અનાથ દીકરી પુનમ અને ગુંજનના શુભ લગ્નની ઘડી આવી છે ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને તેમના ભાઈ ડૉ.ગીરીશ વાઘાણીએ આ દીકરીઓનો લગ્નનો તમામ ખર્ચ આપવાની સાથે માતા પિતા તરીકે દીકરીનું કન્યાદાન કરવાનો નિર્ણય પણ કર્યો હતો
પુનમ અને ગુંજનના લગ્ન તા 27મી મેના રોજ થવાના છે, પણ તે પહેલાની વિધીમાં મંડપ મંડપ મુહૂર્ત, હલ્દી રસમની વિધીમાં વાધાણી દંપત્તીએ કરી હતી, લગ્ન મંડપ ની સંપૂર્ણ તૈયારીઓ થઈ છે, સંસ્થાને લગ્ન માટે સંપૂર્ણ શણગારવામાં આવી હતી, વાધાણી પરિવારમાં આનંદ રૂડો અવસર આવ્યો છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો