યુએસએમાં ત્રીજા ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) માં જૂનાગઢ નવાબ અને બેગમ પર આધારિત ગુજરાતી ફિલ્મ 'કોઠી 1947' વૈશ્વિક સ્તરે છવાય ગઈ. આ ફિલ્મ Best Film Jury Mention Award 2022 માટે વિજેતા ઘોષિત થઈ છે.
તાજેતરમાં 20 થી 22મી મે 2022 દરમિયાન યુએસએના એટલાન્ટા ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે અગાઉ ક્યારેય ન જોવા કે સાંભળવામાં આવ્યુ હોય તે રીતે 'કોઠી 1947' સહિતની ગુજરાતી ફિલ્મોને શાનદાર સન્માન મળ્યું છે.
પ્રિનલનું ફિલ્મ નિર્માણમાં પહેલું અને મોટું સાહસ
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ફિલ્મ 'કોઠી 1947' ને એક આર્ટ ફિલ્મ તરીકે રજૂ કરવી અને તે પણ ઇતિહાસના પાના ઉખેળતો વિષય છંછેડવો તે બહુ મોટું સાહસ છે. આ સાહસ ખૂબ જાણીતી અભિનેત્રી પ્રિનલ ઓબેરોયએ નિર્માત્રીના રૂપમાં કર્યું છે. નિર્માત્રી તરીકે આ તેની પ્રથમ ફિલ્મ હોવા છતાં ફિલ્મમાં વિષય વસ્તુની માવજત પણ સુપેરે કરી છે. કથા, લોકેશન, સેટ, ડ્રેસિંગ, પ્રોપર્ટી, કલાકાર, ઈક્યુપમેન્ટ દરેકને પૂરતો ન્યાય આપ્યો છે. પ્રિનલ મૂળ ગુજરાતી નથી, પરંતુ તે ગુજરાતને દિલોજાનથી પ્રેમ કરે છે. કારણ કે તેની માતા નિલમ મૂળ ગુજરાતી છે. અને આ કનેકશન જ ફિલ્મની સફળતા માટે ચાવી રૂપ રહ્યું છે.! એટલે જ પ્રિનલે ગુજરાતી ફિલ્મ જગતમાં એકથી વધુ વખત શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવ્યો છે. પ્રિનલ અદાકારીમાં તો અવ્વલ છે જ, પણ હવે ગુજરાતી ફિલ્મ 'કોઠી 1947' થી તેણે નિર્માત્રી તરીકે જોરદાર એન્ટ્રી કરી છે. Arrchangels Entertainment પ્રિનલ ઓબેરોયનું પોતાનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે.
બીજી બાજુ ફિલ્મ ડાયરેક્ટર પ્રસાદ ગવંડી અને ક્રિએટીવ ડાયરેક્ટર દીપ્તિ થુલે સાથે પ્રોડક્શનની સમગ્ર ટીમના સભ્યો પણ અભિનંદનના પુરા હકદાર છે. તેમની કાબીલેદાદ મહેનત છે. ફિલ્મ કલાકારોમાં હિરો હિતુ કનોડિયા (MLA) , અભિનેત્રી પ્રિનલ ઓબેરોય, અલિફિયા કાપડિયા અને વિવેકા પટેલ સહિતના એ ખૂબ સુંદર અભિનય આપ્યો છે. તેથી 'કોઠી 1947' ફિલ્મએ અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે.
'કોઠી1947' ગુજરાતી ફિલ્મો માટે માઈલ સ્ટોન
સૌથી મોટી વાત એ છે કે, બિન ગુજરાતી પ્રિનલે ગુજરાતી ફિલ્મ બનાવવાનું સપનું જોયું , ત્યારથી આજ સુધી રાતદિવસ સતત મહેનત કરી છે. તે થાકી નહિં, હારી નહિં, આખરે મહેનત રંગ લાવી, મોટું સાહસ કરી ને એક મોટી સફળતા મેળવી. ગુજરાતી ફિલ્મ જગત માટે આ ફિલ્મ એક માઈલ સ્ટોન સાબિત થઈ છે.
IGFF એ ગુજરાતી ફિલ્મોનું ગૌરવ વધાર્યું
ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ગુજરાતી સિનેમાને સ્થાનિકથી વૈશ્વિક સ્તરે ઉન્નત કરવા ઈચ્છે છે. ગુજરાતી સિનેમાની વિકસતી દુનિયાની ઉજવણી કરવા વ્યાવસાયિક અને કલાપ્રેમી ફિલ્મ નિર્માતાઓને સાથે લાવવાની આ પ્રકારની પ્રથમ ઘટના હતી.
ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતની ઐતિહાસિક વાત, ગ્રામીણ જીવનની યાદ, આધુનિક યુવા જીવન, આપણા રોજબરોજના સંબંધોની મજા, વીર શહીદોની બહાદુરી વગેરે ફિલ્મ વિષય સાથે ગુજરાતની સંસ્કૃતિ અને કલાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે સફળ પ્રયાસ થયો. ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ અને પ્રાદેશિક સિનેમાને મુખ્ય પ્રવાહ તરીકે ઉજાગર કરવા પ્રશંસનિય પ્રયાસ થયો. એટલું જ નહિં IGFF એ ભારતનો પ્રથમ પ્રાદેશિક ફિલ્મ ફેસ્ટિવલ છે જે ભારતની બહાર યોજાયો છે.
વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલથી વિશ્વ સ્તરે એક સંદેશ મળ્યો કે ગુજરાતી સિનેમા પાસે સ્ક્રિપ્ટ અને મૂવીઝ બનાવવાની ક્ષમતા છે જે અન્ય કોઈ પણ ફિલ્મ ઉધોગ સાથે ખભે ખભા મિલાવીને ઉભી રહી શકે તેમ છે.





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો