BREAKING

ભાવનગર જિલ્લાના માલણકા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી LCB



વિશાલ રાઠોડ/ભાવનગર

ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગઇકાલે રાત્રી પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન ભાવનગર,માલણકા, સ્મશાન પાસે આવતા હેડ કોન્સ. મહેન્દ્દભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,માલણકા રહેતા સંજયભાઇ ગોરધનભાઇ બારૈયા તથા કરશનભાઇ પ્રવિણભાઇ મકવાણાએ સંજયભાઇ ગોરધનભાઇ બારૈયાના કુટુંબી કાકા જેરામભાઇ રામજીભાઇ બારૈયાની માલણકા-બુધેલ રોડ ઉપર ગાળો વિસ્તાર તરીકે ઓળખાતી વાડીએ ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. અને હાલ ત્યાં સંજયભાઇ હાજર છે.તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં વાડીએ સંજયભાઇ ગોરધનભાઇ બારૈયા હાજર મળી આવેલ અને તપાસ કરતાં વાડીમાં લીંમડા નીચેથી નીચે મુજબનો ભારતીય બનાવટની પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૬૪ કિ.રૂ.૪૦,૮૦૦/- તથા મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૮૦૦/-નો મુદામાલ કબ્જે કરી તેને હસ્તગત કરી આ બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો