BREAKING

રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભાવનગર વિભાગમાં વિવિધ જગ્યાઓ પર ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ભરતીનું આયોજન



ભાવનગર
એપ્રેન્ટીસ ભરતી જુન -૨૦૨૧ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ -૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈ.ટી.આઈ. મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન અને કોપા ટ્રેડ પાસ કરેલ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ભરતી આઈ.ટી.આઈ મેરીટધોરણે યોજાનાર હોઈ સદર ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય, તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી પાનવાડી એસ.ટી.ભાવનગર ખાતેથી રૂબરૂમાં તા.૨૨/૧૧/૨૦૨૧ થી તા.૦૧/૧૨/૨૦૨૧ સુધી ૧૧-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક સુધીમાં કાર્યાલયના સમય દરમ્યાન (રજાના દિવસો બાદ) અરજી પત્રક મેળવી લઇ ઓન લાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની સ્વ પ્રમાણિત નકલો અને https://apprenticeshipindia.org/ તથા https://anubandham.gujarat.gov.in/hom બંને વેબ સાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહીત અરજી પત્રક તા.૦૧/૧૨/૨૦૨૧ નાં ૧૬:૦૦ કલાક સુધીમાં વિભાગીય કચેરી, પાનવાડી ભાવનગર ખાતે જમા કરાવવાનું રહેશે. મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લાયકાત ધોરણ -૧૦ તથા કોપા ટ્રેડ માટે ૧૨ પાસ અને આઈ.ટી.આઈ ટ્રેડ પાસ રહેશે.

જો કોઈ ઉમેદવારએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટિસશીપ કરેલ હોય કે હાલમાં એપ્રેન્ટિસશીપ ચાલુ હોય તેવા ઉમેદવારોએ અરજી કરી શકશે નહી. ઉમેદવાર દ્વારા આપેલ ખોટી માહિતી તથા ખોટા દસ્તાવેજ રજુ કરેલ હશે તો તેવા ઉમેદવારની અરજી તથા પસંદગી રદ કરવામાં આવશે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી અન્વયે સરકારશ્રી ના જાહેરનામા અને COVID - 19 ની ગાઈડ લાઈન મુજબનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો