ઘોઘાના રો-રો ફેરી રોડ પર દરિયાકિનારે આવેલ સમસ્ત હિન્દૂ સમાજના મોક્ષ ધામ ખાતે તા.19 થી 21 નવેમ્બર સુધી ત્રી દિવસીય ભગવાન ભોળાનાથનું મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે,
ત્રી-દિવસીય આ કાર્યક્રમમાં શાસ્ત્રીજી હરેશભાઈ પાઠક (કોળીયાકવાળા) આચાર્ય પદે બિરાજીને યજ્ઞહોમ હવન કરાવશે,આ મહોત્સવમાં ત્રણ દિવસમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં સંતવાણી,ડાકડમરું સહિતના કાર્યક્રમોમાં નામી કલાકારો ઉપસ્થિત રહેશે સાથે જ તા.21 નવેમ્બરના રોજ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે
ત્રી-દિવસીય યોજાનાર આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો,સમસ્ત હિન્દૂ સમાજના આગેવાનો,તેમજ ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો