ચિત્રા વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા સાધુનું મોત નીપજ્યું તેમનાં વાલીવારસોએ બોરતળાવ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો
ભાવનગર શહેરના ચિત્રા વિશ્વકર્મા સોસા. પ્લોટ નં. ૧૦,માં રહેતા અને મૂળ જૂનાગઢના બ્લોક નં. ર૭, સજમોતી પાકે, જોષીપરા વિસ્તારના રહેવાસી નાથાભાઇ ઉર્ફે નાગરાજબાપુ બચુભાઈ સોમૈયાનામના 65 વર્ષીય સાધુ અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધ ને તેમના ઘેર ચક્કર આવી જતા તેમને સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે અંગે બોરતળાવ પોલીસ દ્વારા લાશનો કબજો મેળવી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.પોલીસ તપાસમાં જાણવા મળેલ કે તેઓ તેની ખાધ્યાત્મીક જીવનમાં પોતે એકલા જ રહેતા અને સબંધીતની પુછપરછમાં એવુ જાહેર થયેલ કે મરણ જનારના કોઇ નજીકના વાલીવારસ અંગેની કોઇને જાણ નથી. જેથી મરનારની લાશનો કબજો સંભાળવા સબંધીતોએ સત્વરે બોરતળાવ પોલીસ સ્ટેશનના હેડ ફોન્સ. બી સી-ગોહીલ, મો નં. ૯૭ર૩૪૪૬૭૪૪ અગર બોરતળાવ પોલીસ સ્ટેશનના ટેલીફોન નેં. ૦૨૭૮-ર૫ર૧૮૫૧ ઉપર સંપર્ક કરવા પોલીસે જણાવ્યું છે. જો આ અગે કોઇ વાલીવારસ લાશ સંભાળનાર નહી મળે તો તપાસ કાર્યવાહીમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો