BREAKING

ભાવનગર પોલીસની સમાજ ઉપયોગી માનવતાલક્ષી પ્રશંસનીય કામગીરી




સામાન્ય રીતે પોલીસની છાપ કડક વર્તન કરનાર તરીકેની હોય છે. પરંતુ આવાં કડક અને શિસ્તના આગ્રહી એવાં પોલીસના પણ એક   કરુણામય હૃદય હોય છે.

 તેમનામાં પણ માનવતા હોય છે. તેઓ પણ સમાજ કલ્યાણ માટે પ્રતિબંધ હોય છે તેનું ઉજળું ઉદાહરણ ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવતાં રૂપાણી પોલીસ ચોકીના પી.એસ.આઇ. વી.વી. પંડ્યાએ પોતાના જન્મદિવસે રક્તદાન કરીને પુરુ પાડ્યું છે.

તેઓ માત્ર રક્તદાન કરીને અટકી ગયાં નથી, પરંતુ તેઓએ તેમના મૃત્યુ બાદ અંગદાન અને ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો છે. પિતાના પગલે તેમની દીકરી દેવાંશી બહેને પણ ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો છે. આમ પિતા-પુત્રની જોડીએ 'જીવતેજીવત રક્તદાન અને મૃત્યુબાદ ચક્ષુદાન'નો મહિમા રજૂ કરી સમાજ સમક્ષ અનોખી મિસાલ પ્રસ્તુત કરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો