BREAKING

નંદકુંવરબા મહિલા કોલેજ–દેવરાજનગરની વિધાર્થીનીએ યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો


મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર માં અભ્યાસ કરતી કુ. છાયા કિશોરભાઈ વાઘેલા, ચુડાસમા અર્ચિતા અને કિંજલ ડોળાસિયા એ તાજેતર માં યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપ માં ભાગ લીધો હતો.
વડોદરાના કાયાવરોણ ખાતે ના લકુલીશ વિધાલય ખાતે આયોજિત આ ચેમ્પીયનશીપ માં ગુજરાતના વિવિધ જીલ્લામાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ માં  ગુજરાત રાજ્યના ગૃહ અને યુવક સેવા સંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય શ્રી શૈલેશ મેહતા, પૂર્વમંત્રી યુવક સેવા સંસ્કૃતિક મંત્રી શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી રાજ્યના યોગ નિષ્ણાંત શ્રી આર. જે. જાડેજા સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. 
  આ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપ માં નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગર માં અભ્યાસ કરતી કુ. છાયા કિશોરભાઈ વાઘેલા એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ખેલો ઇન્ડિયા યોગ ચેમ્પીયનશીપ માં પસંદગી પામી કોલેજ અને ભાવનગરનું ગૌરવ વધાર્યું હતું. 
  કુ. છાયા કિશોરભાઈ વાઘેલા ની આ કોલેજના મેં. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો