BREAKING

ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ NSS વિભાગ દ્વારા યોજાયું જિલ્લા પોલિસ વડાનું વ્યાખ્યાન

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજનાં NSS વિભાગ અને સામુદાયિક સેવાધારા અંતર્ગત  'આઝાદીનો અમૃત મહોત્સવ' અને 'સ્વચ્છતા પખવાડિયા'નાં વિશેષ ઉપલક્ષ્યમાં બોટાદ જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાનું વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.જેમાં '૨૧મી સદીની ગુજરાત પોલિસ-સ્માર્ટ પોલિસ (સામાજિક સ્વચ્છતાનાં સંદર્ભમાં..) વિષય પર એસ.પી દ્વારા રસપ્રદ વ્યાખ્યાન આપી, યુવાઓને પ્રેરણા પૂરી પાડી હતી. સાથે જ વિશ્વ ગ્રંથપાલ દિવસ નિમિત્તે કોલેજનાં ગ્રંથપાલ ચંદ્રેશકુમાર ચૌહાણ દ્વારા યોજેલ પુસ્તક પ્રદર્શનને પણ બોટાદ એસ.પી દ્વારા ખૂ૯લું મુકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સંસ્થાનાં આચાર્યશ્રી ડો.હિમતભાઈ સેંજળિયાએ કર્યું હતું અને આભારવિધિ ડૉ. જોગરાણાએ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન NSS વિભાગના અધિકારી ડૉ. વિરેનકુમાર પંડ્યાએ કર્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો