ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ના કર્મચારીને અજણાયા ઈસમો છરી બતાવી સાડા દસ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર મહુવામાં તાવેડા પાસે આવેલ અલીરઝાકભાઈની માલિકીની કીઝ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ના કર્મચારી રોકડ રકમ ભરેલો થેલો લઈ તાવેડા ફેક્ટરી તરફ જઈ રહ્યા હતા તે સમયે તાવેડા ના પાટીયા પાસે અજાણ્યા ઈસમોએ તેને આંતરી છરી જેવા હથિયારો બતાવી અને તેને પછાડી દઈ તેના હાથમાં રહેલ રોકડ રકમ ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા તેમજ બનાવના પગલે પોલીસ દ્વારા ફરિયાદ લેવાની જવાની તજવીજ હાથ ધરાઇ છે, તેમજ પોલીસ દ્વારા નાકાબંધી કરી અને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો