BREAKING

નવા રતનપર કૃષ્ણપરા પ્રા. શાળા દ્વારા કોરોના વોરિયર્સ તુલસીભાઈ બારૈયાનું ઉત્કૃષ્ઠ કાર્ય બદલ સન્માન કરાયું

નવા રતનપર ગામે રહેતા તુલસીભાઈ ભગવાનભાઈ બારૈયા ઇકો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે,તેઓ દરરોજ નવા રતનપરથી ભાવનગર રત્ન કલાકારને લાવવા લઈ જવાનું કામ કરે છે,આ ઉપરાંત હંમેશા કોઈ પણ બીમાર લોકોને દવાખાને લઇ જવા માટે બહારગામ પણ લઈ જતા હોય  છે,પરંતુ જ્યારે કોરોના જેવા  ઘાતક વાયરસથી સહુ કોઈ દૂર ભાગે ત્યારે તુલસીભાઈ અંતરિયાળ વાડી વિસ્તારમાં રહેતા દર્દીને પોતાની ઇકોમાં લઈ જાય,ઓક્સિજનના બાટલા સાથે એક દવાખાને જગ્યા ના હોય તો બીજે ઉપડે,એ વચગાળામાં ડોક્ટરને વિનંતી કરતા જાય કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ભરી દે જેથી બીજા તાલુકા સુધી પહોંચી શકાય.

તેમને આવો વિચાર કેવી રીતે આવ્યો તેના જવાબમાં કહ્યું કે સીદસર - ભાવનગર ના દર્દીને 80km દૂર દવાખાને લઈ જવાના પ્રાઇવેટ દવાખાનાના વાહનના રૂપિયા 10000  જ્યારે કહ્યા...!દર્દીની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી ત્યારે આ દર્દીને માત્ર નજીવી રકમમાં તુલસીભાઈ સમયસર સારવાર હેઠળ પહોંચાડીયા ..! રાત પડતા ઘરે આવી જાતે આખી ગાડીને પોતે સેનિટાઈઝ થતા ( આવા કોઈ ખર્ચા ક્યારેય ગણ્યા જ નથી ,ક્યારેક ભાડું પણ નથી લીધેલ) ને કહેતા મને કાઈ થાય તો વાંધો નહીં પણ પરિવાર ને નાના બાળકો માટે મારે બધાથી દૂર રહેવું પડતું.  ! 
કળસાર, હનુમંત હોસ્પિટલથી માંડીને ભાવનગર- રાજકોટ- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં  ગામના દર્દીઓને લાવવા લઈ જવાનું જ માત્ર નહીં પણ તેને દાખલ કરવા વગેરે....જેવા  દોડા પણ કરતા,  બહુ ભણેલ તો નહીં પણ  દવાખાનની સેવાના અનુભવના આધારે..! 
અને ભાવનગરના કોઈ પણ ગામના દર્દીને ક્યારેય પણ બહારગામ દવાખાના માટે  જરૂર પડે તો  તુલસીભાઈ આજની ઘડી એ તૈયાર છે.. અને એ પણ જેઓની સ્થિતિ સારી નથી એમની માટે મુકસેવક બનીને સેવા કાર્ય શરૂ જ છે.
સહુ કોઈ ડૉક્ટર, નર્સ નું સન્માન કરે છે પરંતુ આવા દરિયા કિનારાના છેવાડાના વિસ્તારના લોકો માટે પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર સતત દોડનાર  સેવાભાવીને નવા રતનપર ગામે આવેલ કૃષ્ણપરા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો