BREAKING

રંઘોળાની ઓમકાર સ્કુલ દ્વારા આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું સ્વાગત કરાયું

ભારત સરકારમાં આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા જન આર્શીવાદ રેલી લઈને ભાવનગર પહોંચ્યા હતા ત્યારે તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ,
જે અંતર્ગત મનસુખભાઈ માંડવીયાનું રંઘોળામાં ખાતે આવેલ ઓમકાર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના ADM અશોકભાઈ ગોરડીયા ,ગઢડા તાલુકાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર તેમજ ટ્રસ્ટી નારણભાઇ ડાંગરના હસ્તે પુષ્પગુચ્છ આપી અને પુષ્પમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું,
તેમજ ઓમકાર સ્કૂલના શિક્ષિકા નેહા ઉકાણી દ્વારા તિલક કરી સ્વાગત કરાયું હતું,આ પ્રસંગે શિક્ષક સ્ટાફ,વિદ્યાર્થીઓ તેમજ રંઘોળા ગામના મહાનુભાવોએ હાજરી આપી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો