BREAKING

ગઢડા (સ્વા.) ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે 'વિચારણા' અંતર્ગત યોજાયા વિદ્યાર્થી વ્યાખ્યાન

તા. ૧૯/૮/૨૦૨૧નાં રોજ ભકતરાજ દાદા ખાચર કોલેજનાં ગુજરાતી વિભાગ દ્વારા ચાલતા 'વિચારણા' કાર્યક્રમમાં કોલેજનાં વિદ્યાર્થીઓ દિવ્યા દવેએ 'અલ્કેમિસ્ટ' વિશે,ભૂમિકા ડેરવાળિયાએ 'લોપામુદ્રા' વિશે,અંકિતા ગોસ્વામીએ 'સઆદત હસન મન્ટોની વાર્તાસૃષ્ટિ' વિશે અને આશા રૂદેશાએ 'પરણેતર' લોકવાર્તા વિશે વ્યાખ્યાનો આપ્યાં હતાં.
વ્યાખ્યાનો બાદ રાકેશ શેખ અને સંજય ચાવડાએ વ્યાખ્યાનો વિશેનું પોતાનું વિશ્લેષણ રજૂ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન જયરાજ રાઠોડે કર્યું હતું. કાર્યક્રમનાં અંતે આચાર્ય ડૉ. સેંજળિયાએ સૌ વકતાઓને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
IQACનાં કો-ઓર્ડીનેટરશ્રી ડૉ. ગાંધીએ વિદ્યાર્થીઓનાં વક્તવ્ય વિશે પોતાનાં નિરીક્ષણો રજૂ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 'વિચારણા'નાં સંયોજક ડૉ. વિરેનકુમાર પંડ્યાએ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન આપી, વધુ સારા વકતા બનવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સંસ્થાનાં પ્રાર્થના-ખંડમાં યોજવામાં આવ્યો હતો. ભવિષ્યમાં દર બીજાં ગુરુવારે આ શ્રેણી અંતર્ગત વિદ્યાર્થી-વ્યાખ્યાનો યોજાતાં રહેશે.

રિપોર્ટર-માધવીબેન કંડોલીયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો