BREAKING

ભાવનગર પોલીસે માસ્ક ડ્રાઇવ દરમિયાન સાત કરોડથી વધું નો દંડ વસુલ કર્યો


દેશમાં ચાલી રહેલ કોરોના મહામારી દરમિયાન લોકોએ પ્રશાસનને સહયોગ કરી કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ : ભાવનગર એસ.પી જયપાલસિંહ રાઠોડ

ભાવનગર શહેર જિલ્લામાં અગાઉ લોકડાઉન દરમિયાન થી અત્યાર સુધી કુલ ૧ લાખ ૨૪,૬૬૧ લોકોને માસ્કનો દંડ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે કુલ ૭ કરોડ ૬૪ લાખ ૨૦૦ નો દંડ વસુલ કર્યો છે,તેમજ લોકોને કોરોના મહામારીમાં જાગૃતતા લાવવા માટે  ભાવનગર પોલીસે  ૨૫ હજાર જેટલા માસ્કનું વિતરણ કર્યું છે, વધુમાં ભાવનગર એસ.પી એ જણાવ્યું હતું કે લોકોએ ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવું જોઇએ અને લોકોએ પણ પ્રશાસનને સહયોગ કરી કોરોના મહામારીને નાબૂદ કરવા સહયોગ કરવો જોઈએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો