BREAKING

તસ્વીર-વિશાલ રાઠોડ

ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં છેલ્લા 36 વર્ષોથી દર વર્ષે અષાઢી બીજના રોજ રથયાત્રા યોજવામાં આવે છે, આ વર્ષે કોરોનાના કહેરના કારણે રાજ્ય સરકાર તથા વહીવટી તંત્ર દ્વારા ભાવનગર શહેરમાં ચોક્કસ શરતો સાથે રથયાત્રા યોજવા મંજુરીની મ્હોંર મારતાં રથયાત્રાને લઈને પોલીસ દ્વારા પણ તૈયારી કરી લેવાય છે. આ વખતે જનતા કરફ્યુ વચ્ચે રથયાત્રા યોજાવાની છે ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.



સંભવિત ત્રીજી લહેરને અટકાવવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે. જેનું સંપૂર્ણ પણે પાલન રથયાત્રા સમિતિ કરશે રથયાત્રા ના રૂટ પર સવારના 7 થી 1 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર રહેશે, લોકો ટેલિવિઝનના માધ્યમથી ભગવાનના ઘરબેઠા લાઈવ દર્શન કરી શકશે. ભગવાનના રથ સાથે પાંચ વાહનો જોડાશે જે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હશે. રથયાત્રાનો બંદોબસ્ત જાળવવા માટે 1 એસપી, 1 એએસપી, 16 ડીવાયએસપી, 40 પીઆઈ, 103 પીએસઆઇ, 1500 પોલીસ, 18 ઘોડેસવાર પોલીસ, 5 એસઆરપી કંપની, 1200 જેટલક હોમગાર્ડ જવાન, 16 વીડિયોગ્રાફર સહિતના સુરક્ષા કર્મીઓ, ડ્રોન કેમેરા અને બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો ખડેપગે ફરજ બજાવશે. અનેક જિલ્લાઓ માંથી પોલીસ જવાનો બંદોબસ્ત માટે આવી પહોંચ્યા છે આ વર્ષે રથયાત્રામાં ફલોટ કે પ્રસાદ વિતરણ બંધ રહેશે આકર્ષણનું કેન્દ્ર ફક્ત ભગવાનનો રથ રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો