BREAKING

ભાવનગરમાં હાલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં ઘટાડો નોંધાયો ૭૦ થી વધુ દર્દીઓ રોગ મુક્ત થયા.

પાર્થ મજેઠીયા/ભાવનગર

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓનો ખૂબજ વઘારો જોવા મળ્યો દેશના ૧૦ રાજયોમાં મ્યુકોરમાઈકોસિસનું સંકટ વઘી રહ્યું છે કેન્દ્ર સરકારે રાજ્યોને 'મ્યુકોરમાઈકોસિસ'ને મહામારી તરીકે જાહેર કરવા તાકીદ કરી તેની સાથે દર્દીની સારવાર અને તે માટે જરૂરી દવાઓ અને ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે, તાજેતરમાં વઘુ પાંચ કંપનીઓને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.




હાલ ભાવનગર ની શુ પરિસ્થિતિ છે.

વઘતા જતાં મ્યુકોરમાઈકોસિસના કેસને લઈને ભાવનગરમાં શું પરિસ્થિતિ છે તેની માહિતી આપતા ઈ.એન.ટી ડિપાર્ટમેન્ટના સિનિયર રેસિડેન્ટ ડો.સચદેવ શિખાએ જણાવ્યુ હતું કે ૨૧૧ દર્દીઓમાંથી હાલમાં ૧૦૩ દર્દીઓ એડમીટ છે, બાકીના દર્દીઓની સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે, પહેલા દરરોજ ૮ થી ૧૦ ઓપરેશન થતાં હતાં હાલમાં તેમાં ઘટાડો થયો છે, મ્યુકોરમાઈકોસિસ થવાના કારણ બાબતે ડો. સચદેવ શિખાએ જણાવ્યુ હતું કે આવેલ દર્દીઓની હિસ્ટ્રી પરથી એવું બહાર આવેલ છે કે કોવિડ થયાના એક મહિના બાદ મ્યુકોરમાઈકોસિસ જોવા મળેલ તેનું કારણ એવું હોય શકે કે કોરોના દરમિયાન હાઈપાવર દવા લેવાના કારણે ઈમ્યુનીટી ઘટી જવાના કારણે તેમજ ડાયાબીટીસ અને હાઈપર ટેન્શન, બીપી ઘરાવતા લોકોમાં પણ મ્યુકોરમાઈકોસિસ જોવા મળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો