BREAKING

નાનકડા એવા વડાળ ગામના બે સેવાભાવી યુવકોનો અનોખો સેવાયજ્ઞ.




વિશાલ સાગઠિયા/પાલીતાણા

કુદરતે જાણે કે આ વર્ષે સમગ્ર માનવજાત પર રૂઠી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, દેશમાં આ વર્ષે એક બાજુ કોરોનાનો કહેર તો એક બીજી બાજુ વાવાઝોડાથી તારાજી, એક બાજુ લોકડાઉન ના કારણે બેકાર બનેલા લોકો, તો બીજી બાજુ વાવાઝોડાના કારણે વ્યાપક નુકસાની સહન કરી અને પડી ભાંગેલા લોકો. જો કે આવા કપરા કાળમાં પણ માનવતા હજી મરી પરવારી નથી, હજુ પણ એવા દાતારો બેઠા છે તે હરહંમેશ મદદ માટે ખડે પગે ઊભા છે. ત્યારે વાત કરવી છે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નાનકડા એવા વડાળ ગામના સેવાભાવી યુવકોની.



પાલીતાણા તાલુકાના વડાવળ ગામે રહી ખેતીવાડી કરી જીવન નિર્વાહ કરતા અને હજુ રાજકીય જીવનમાં પાપા પગલી માંડતા યુવકો દ્વારા રાજકારણને એક બાજુ મૂકી કોરોના કહેર અને તાઉતે વાવાઝોડાની તારાજીમાં પણ લોકોની પડખે ખડે પગે ઊભા રહ્યા છે. વડાળ ગામના હરેશભાઈ કામળિયા અને મુનભાઈ કામળિયા તેમજ સેવાભાવી યુવકોના ગ્રુપ દ્વારા કોરોના ના કાળમાં જે કામ સરકાર ન કરી શકે તે કામ તેમણે કરી બતાવ્યું હતું. તેમણે તેમના વિસ્તારમાં સૌપ્રથમ વિનામૂલ્યે કોવિડ સેન્ટર ઉભું કરી 100 કરતાં વધુ દર્દીઓને સાજા કરી તેમના પરિવારમાં ખુશી લાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં પરંતુ ત્યારે તાઉતે વાવાઝોડા કહેર મચાવ્યો અને તબાહી સર્જી આવા સંજોગોમાં કાળા માથાનો માનવી લાચાર બની ગયો હતો. વાવાઝોડાની તારાજીને લઈને ઘરમાં ખાવા-પીવાની ચીજવસ્તુ ન હોય આવા સંજોગોમાં હરેશભાઈ કામળિયા અને મુન્નાભાઈ કામળિયા એ સેવાનો અલખ જગાવ્યો હોય તેમ પોતાના ખર્ચે રાશન કીટો બનાવી તેમના વિસ્તારના લોકોની વહારે દોડી ગયા હતા અને તમામ લોકોને પંદર દિવસ ચાલે તેટલું કરિયાણું ની કીટ બનાવી જે લોકોને ખરેખર જરૃરિયાત છે તેવા લોકોને શોધી તેમના ઘર સુધી પહોંચતી કરી અને માનવતાનો મહેક ફેલાવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો