BREAKING

નિવૃત્તિને 11 માસ બાકી છતા ગામમાં વીજળી શરુ કરવા કર્મચારી તળાવમાં તરીને જીવના જોખમે વીજ પ્રવાહ શરૂ કર્યો.



ધવલ રાઠોડ/સિહોર


ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ઠ ઉત્તમ ઉદાહરણ


શિહોર તાલુકાના ટાણા ગામમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. સંબંધિત કંપનીએ સત્વરે તેને પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી. પરંતુ લાઈનમાં આવતા એક થાંભલા પરનો વાયર ઠીક કરવો જરૂરી હતો. પણ એ થંભલો તળાવની વચોવચ હોઈ આસપાસ પાણી ભરાયેલુ હતુ. જેમાં નિવૃત્તિનો 11 માસ બાકી છતા ગામમાં વીજળી શરુ કરવા કર્મચારી તળાવમાં તરીને જીવના જોખમે વીજ પ્રવાહ શરૂ કર્યો હતો.  



થંભલો તળાવની વચોવચ હોઈ આસપાસ પાણી ભરાયેલુ હતુ.

ભાવનગર જિલ્લાના શિહોર વિસ્તારના ટાણા ગામમા તાઉ-તે વાવાઝોડાએ સર્જેલા વિનાશ પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન હવે ખુબ ઝડપથી થાળે પડી રહ્યું છે. પણ આ જનજીવન પૂર્વવત કરવા અનેક કર્મચારીઓની ફરજનિષ્ઠા પણ બહુ મોટો અને મહત્વનો ભાગ ભજવે છે. આ ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ એટલે ભાવનગર જિલ્લાના શિહોર રૂરલ લાઈનના લાઈન ઈન્સ્પેક્ટર ઇસુબાપુ નિમાવતે પૂરું પાડ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો