BREAKING

ગઢડા વેપારી એસોસિએશન દ્વારા ગઢડા શહેર સજ્જડ બંધ

ગઢડા વેપારી એસોસીએશન દ્વારા શહેરમાં વેપાર ધંધો કરતા તમામ વેપારીઓ ની ખાસ અગત્યની online મીટીંગ માં લેવાયેલા રીવ્યુ મુજબ શનિવાર તા.૨૩/૧/૨૧ના રોજ ગઢડા શહેરના તમામ વેપારી મિત્રો ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ના બોર્ડ સલાહકાર શ્રી ભાનુ પ્રકાશ દાસજી દ્વારા ગઢડા સમસ્ત ગામને તીરથ મુંડીયું કીધું છે કહેવાયેલા તીરથ મુંડિયા ના વિરોધમાં સ્વૈચ્છિક રીતે સ્વતંત્ર પોતાના નિર્ણયથી તમામ વેપારી મિત્રો લારી-ગલ્લા તેમજ શાકભાજી વાળા મિત્રો સહિત બંધ પાળવાના છે તેવો તેમનો અભિપ્રાય છે.

ગઢડા શહેરમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો જે અત્યારે ચાલી રહ્યો છે, જે વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ગઢડા ગામ તીરથ મુંડિયું છે એટલેકે શહેરના તમામ લોકોને જે તીરથ મુંડિયા કીધા છે તે મુદ્દે ગઢડા શહેર ના નગરજનો માં ઘણો રોષ છે, અને ઘણા બધા લોકો દ્વારા વ્યાપારી એસોસિએશનને આમાં સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી હતી જે અનુસંધાને ગઢડા વેપારી એસોસિએશન દ્વારા ગઢડા શહેરના તમામ પ્રકારના વેપાર ધંધો કરતા લોકોનો અભિપ્રાય મેળવતા સોએ સો ટકા લોકોએ બંધ રાખવાનો અભિપ્રાય આપેલ હોય ગઢડા શહેરના તમામ લોકોનો આ પ્રશ્ન હોય સ્વૈચ્છિક રીતે સ્વતંત્ર શનિવારના રોજ ગઢડા શહેર સજ્જડ બંધ રહેશે.
ગઢડા શહેરમાં સૌથી વધુ અત્યારે ચર્ચા તો કોઈ શબ્દ હોય તો તે છે તીરથ મુંડિયા,,.....
તીરથ મુંડીયા એટલે શું ?
આ શબ્દોનો કોઈ અર્થ ખબર ન હોવાના કારણે એક અનુભવી સંતને પૂછ્યું કે તીરથ મુંડીયા એટલે શું? ત્યારે તે સંત જવાબ આપ્યો,
 તીરથ મુંડીયા એટલે કોઈ તીર્થ ઉપર નભનારા લોકો,
જે લોકોનો સંપૂર્ણ જીવન દરમિયાન નો જમવા તેમજ રહેવા નો તમામ ખર્ચ તીર્થ ઉપર ચાલતો હોય તેવા લોકોને તીરથ મુંડીયા કહેવામાં આવે છે, પ્રસિદ્ધ તીર્થધામ જગન્નાથપુરીમાં આ મંદિર ઉપર નભનારા લગભગ ૫૦૦૦ જેટલા પંડા છે, તેમનો સવારના નાસ્તાથી લઇ રાત્રે ના ભોજન સુધીનો તમામ સંપૂર્ણ જીવન નિર્વાહ મંદિર પર જ નભે છે. આ લોકોને તીરથ મુંડીયા કહેવાય.એટલે કે મફત નું ધર્માદાનું ખાઈને મોટા થતા લોકો એટલે તીરથ મુંડીયા
તીરથ મુંડીયું ગામ એટલે ગામમાં રહેનારા તમામ લોકો તીરથ મુંડીયા.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો