BREAKING

વટામણ-પીપળી રોડ પર કાર, ટ્રક વચ્ચે અકસ્માત, 2નાં મોત


ભાવનગર-અમદાવાદ હાઈવે પર ધોળકાના વટામણ-પીપળી રોડ પર મોટી બોરૂ ગામ પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો.જેમાં કારમાં સવાર તેલંગાણાના પરિવારના 2 સભ્યના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. જ્યારે 2ને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તેલંગાણાનો પાંચ વ્યક્તિનો પરિવાર સાત નદીઓના પાણી લેવા માટે તા.22ના રોજ ત્યાંથી નીકળ્યો હતો. તા. 23ને રવિવારે સવારે 6 કલાકે વટામણથી ભાવનગર તરફ જઇ રહ્યા હતા.ત્યારે બોરૂ ગામ પાસે કારનો અકસ્માત સર્જાયો હતો.

કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર પાંચમાંથી 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. મૃતકોમાં રામન્ના બાલકૃષ્ણા દુષ્કાંતી (ઉં.વ.46), શ્રીનીવાસ ક્રિષ્ણામૂર્તિ (ઉં.વ.56)નું મોત નીપજ્યું હતું. જ્યારે વેંકટેશ શર્મા અને સત્યપ્રકાશ જોડુપુરીને ઇજાઓ થતાં સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. આ બનાવ અંગે કેશવ રેડ્ડી (રહે, તેલંગાણા)એ ટ્રકના ડ્રાઇવર સામે કોઠ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. કારનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી ક્રેઇનની મદદથી મૃતદેહ બહાર કઢાયા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો