મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલ્યાણપુર મામલતદાર ને આવેદનપત્ર આપ્યું
તાળી, થાળી વગાડી નવતર વિરોધ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું
તાળી, થાળી વગાડી કુંભકર્ણ નિદ્રાધીન સરકારને જગાડવાનો પ્રયાસ
ખેડૂતોએ કહ્યું.....
"મુખ્યમંત્રી જૂઠું બોલ્યા છે"
"સરકાર બોલીને બદલી ગઈ છે"
"સરકારે ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે"
નિયમોનુસાર 1 લાખ સુધીનું પ્રત્યેક ખેડૂતોને વળતર મળવાપાત્ર છે તે ચુકવવામાં આવે
ગુજરાતના ખેડૂતો જાણવા માંગે છે હજુ સુધી યોજનાનો અમલ કેમ નહીં....???
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવાની માંગ સાથે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ અને કલ્યાણપુર તાલુકા સમિતિ દ્વારા મુખ્યમંત્રી ને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર કલ્યાણપુર મામલતદારને આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યમાં ખેડૂતોની ઉપસ્થિતમાં આવેદનપત્ર આપવા જતી વખતે તાળી થાળી વગાડી કુંભકર્ણ નિદ્રામાં સુતેલી સરકારને જગાડવાનો નવતર વિરોધ કિસાન કોંગ્રેસ અને કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો આ આવેદનમાં લખવામાં આવ્યું છે કે ""જય કિસાન સાથ જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા તારીખ 10 ઓગસ્ટના દિવસે મુખ્યમંત્રીશ્રીએ પ્રેસ કોંફરન્સ કરી જાહેર કર્યું હતું કે ચાલુ વર્ષના ખરીફ ઋતુ માટે પ્રધાનમંત્રી પાકવીમા યોજના રદ્દ કરીએ છીએ તેની જગ્યાએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવામાં આવે છે આ યોજના જ્યારે લાગુ કરી ત્યારે એટલે કે 10 ઓગસ્ટ સુધીમાં તો ખેડૂતોએ પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાના નિયમો(1 એપ્રિલ થી 31 જુલાઈ) મુજબ પાકવીમા પ્રીમિયમ બેંકોમાં જમા કરી દીધું હતું ત્યારબાદ અચાનક જ પ્રધાનમંત્રી પાકવીમા યોજના ખેડૂતોની સંમતિ લીધા વગર જ એક પક્ષીય નિર્ણય લઈ રદ્દ કરવામાં આવી
આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરતો અને નિયમો મુજબ 15 ઓક્ટોબર થી 15 નવેમ્બર ના સમયગાળામાં સતત 48 કલાકમાં 50 મિલિમિટર એટલે કે 2 ઇંચ કે તેથી વધારે વરસાદ પડે તો એને માવઠું ગણવામાં આવશે અને જે તાલુકમાં તાલુકા મથકે માવઠાનો વરસાદ નોંધાશે તેના 7 દિવસમાં જિલ્લા કલેકટર દ્વારા રાજય સરકારને દરખાસ્ત મોકલવાની રહશે ત્યારબદના 7 દિવસમાં રાજ્ય સરકારે નિર્ણય કરી ડીડીઓ ને સૂચના આપવાની અને 15 દિવસમાં ડીડીઓ એ નુકશાનીની આકારણી કરી ખેડૂતોને થયેલ નુકશનની આકારણી મુજબ જો 33% થી 60% સુધીનું નુકશાન હોય તો પ્રતી હેક્ટર રૂપિયા 20 હજાર વધારેમાં વધારે 4 હેકટર એટલે કે 80 હજાર પાક નુકશાનીના વળતર પેટે ચૂકવવાના અને જો નુકશાન 60% કરતા વધારે હોય તો પ્રતી હેકટર 25 હજાર વધારેમાં વધારે 4 હેકટરની મર્યાદામાં એટલે કે રૂપિયા 1 લાખ રૂપિયા સુધી પાક નુક્શાનીના વળતર પેટે ચૂકવવાના થાય.
કલ્યાણપુર તાલુકામાં તારીખ 20 ઓક્ટોબર 2020 ના રોજ 30 મિલિમિટર અને તારીખ 22 ઓક્ટોબર 2020ના રોજ 43 મિલિમિટર વરસાદ એમ સતત 48 કલાકમાં તાલુકા મથકે રેઇનગેજ દ્વારા 73 મિલિમિટર વરસાદ નોંધાયો તેને આજે એક મહિનાનો સમય વીતી ગયો છે જે 2 ઇંચ કરતા વધારે છે કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને ઓછામાં ઓછું 50% થી લઈ 100% સુધી ખરીફ પાકને નુકશાન થયું છે તેમ છતાં ખેડૂતોના પાકને માવઠાથી થયેલ નુકશાનીની આકારણી કરવા એક મહિના સુધી કોઈ આવ્યું નથી. રાજ્ય સરકારમાં કોઈ દરખાસ્ત થઈ હોય કે રાજ્ય સરકાર તરફથી કોઈ સર્વે કરવા હજુ સુધી ખેડૂતોના ખેતરમાં કોઈ આવ્યું નથી તો ખેડૂતો આ સળી ગયેલા પાકને ક્યાર સુધી સાચવીને રાખે.....???? ખેડૂતોએ પણ શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે ખેડૂતોને આ નવા વાવેતર માટે રૂપિયાની જરૂરિયાત છે ત્યારે સરકારે કરેલી જાહેરાત મુજબ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં રાણાવાવ તાલુકાનો સમાવેશ કરવામાં આવે અને ખેડૂતોને માવઠાના કારણે થયેલા નુકશાન બદલ નિયમોનુસાર વળતર આપવામાં આવે તેવી અમારી ગુજરાત કિસાન કોંગ્રેસ અને કલ્યાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિની નમ્ર લાગણી અને માગણી છે""
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો