રિપોર્ટ-માધવીબેન કંડોલીયા
ગઢડા.
તા.૦૫/૦3/૨૦ ના રોજ “ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી- ભાવનગર” દ્વારા આઈટીઆઈ સંસ્થાના તાલીમાર્થીઓના હિતાર્થે થેલેસેમિયા જાગૃતિ સેમિનાર અને થેલેસેમિયા ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી- ભાવનગર દ્વારા આવેલ કર્મચારીઓએ થેલેસેમિયા મેજર અને મયનોર વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. અને ભવિષ્યમાં આવનાર પેઢી તેનો ભોગ ન બને તે માટે કુંડળી મેળવવા કરતા થેલેસેમિયા રિપોર્ટ મેળવવો વધુ હિતાવહ છે તેવું જણાવેલ હતું.
જેમાં સંસ્થાના તમામ ટ્રેડના ૧૧૫ તાલીમાર્થીઓએ થેલેસેમિયા જાગૃતિ સેમિનારમાં ભાગ લીધેલો અને કુલ ૪૯ તાલીમાર્થીઓ ટેસ્ટ કેમ્પમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં તમામ તાલીમાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સંસ્થાના તમામ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો