BREAKING

ભાવનગરમાં આગામી ૨જી ફેબ્રુઆરી ના રોજ યોજાશે “માવતર ઓલિમ્પિક ૨૦૨૦”


ગુજરાતમાં
એકમાત્ર યોજાતી માવતર ઓલિમ્પિક માં વિવિધ ૧૧ કરતા વધુ સ્પર્ધામાં ૭૦૦ કરતા વધુ વડીલો ઉત્સાહભેર ભાગ લેશે.


ભાવનગર-૩૧ જાન્યુ-૨૦

ભાવનગર ખાતે છેલ્લા ૨૨ વર્ષથી કાર્યરત માવતર પ્રવૃતિઓ  દ્વારા માવતરને ખુશ રાખવા માટે વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવે છે, દર વર્ષે માવતરના ગરબા, માવતરનો રંગોત્સવ, વડીલોના સ્વાસ્થ્ય માટે ફૂલ બોડી ચેક અપ કેમ્પ, તેમજ સત્સંગ હરીફાઈ, શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રવૃતિઓ કરવામાં આવે છે.તેમજ માવતરને વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવે છે. 

     ગુજરાતમાં એકમાત્ર માવતર ને રમત રમાડવા માટે માવતર નો રમતોત્સવ ના આયોજની ભવ્ય સફળતા બાદ  આ વર્ષે પણ માવતર ઓલિમ્પિક-૨૦૨૦ નું આયોજન કરવામાં આવ્યું છે, આ અંગે માહિતી આપવા માટે વિભાવરીબેન દવે દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિભાવરીબેન દવે દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે માવતરનું ખુશી માટે આ વર્ષે માવતર ઓલિમ્પિક-૨૦૨૦ નું આયોજન કરવામાં આવ્યું છે જે ગુજરાતમાં કદાચ એકમાત્ર આયોજન હશે. ૨જી ફેબ્રુઆરી ના રોજ સવારના ૧૦ કલાકે એમ.કે.બી યુનિવર્સીટી ના ગ્રાઉન્ડ ખાતે આ ઓલિમ્પિકનો પ્રારંભ થશે, આ વર્ષે ૭૦૦ કરતા વધુ વડીલોએ તો અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે તેમજ સ્થળ પર રજીસ્ટ્રેશન કરી અને આ ઓલિમ્પિકમાં ભાગ લેવા દેવામાં આવશે, મોટી સંખ્યામાં વડીલો આ ઓલિમ્પિકમાં ભાગ લેવાના હોય તમામ એક જ દિવસે ભાગ લઇ શકે તે માટે એમ.કે.બી યુનિવર્સીટીના વિશાળ ગ્રાઉન્ડ માં આ આયોજન કરવામાં આવ્યું છે. રવિવારની રાજા હોય રાજાની મજા માણી શકે અને વડીલોને અન્ય લોકો પ્રોત્સાહિત કરી શકે તે માટે રવિવારે આ આયોજન કરવામાં આવ્યું છે, આ ઓલિમ્પિકમાં રસાખેચ,ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, લોટ ફૂક, ફુગ્ગા ફૂલાવવા, ૫૦ મીટર દોડ, ફુગ્ગા ફોડ, ગોળા ફેંક, સ્લો સાયકલીંગ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, સોય દોર જેવી વિવિધ અગિયાર પ્રકારની રમતો રરમાડવામાં આવશે જેમાં જે તે રમતના જાણકાર રેફરી, અમ્પાયર અને નિર્ણાયક રહેશે.  અત્યારથીજ યુનિવર્સીટીના ગ્રાઉન્ડ ખાતે વડીલો વિવિધ રમતોની પ્રેક્ટીસ કરી રહ્યા છે. અત્રે ઉલેખનીય છે કે ગયા વર્ષે ૫૦૦ જેટલા વડીલોએ ભાગ લીધો હતો જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં ૭૦૦ કરતા વધુ રજીસ્ટ્રેશન થઇ ગયા છે અને હજુ વધુ રજીસ્ટ્રેશન થશે,તેમજ જે વડીલો રમતોમાં ભાગ ના લઇ શકે તે પણ આ ઓલિમ્પિકમાં આવવાના હોય સંસ્થા દ્વારા ૧૨૦૦ કરતા વધુ વડીલો માટેનું આયોજન કરવામાં આવ્યું છે, અહિયાં વડીલો માટે ચા-નાસ્તાની તેમજ ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઓલિમ્પિકમાં માત્ર વ્દીલોજ ભાગ લેવાના હોય તેમના આરોગ્ય માટે ૧૦૮ ની ટીમ તેમજ અન્ય એક એમ્બ્યુલન્સ, પ્રાથમિક સારવાર સ્થળ પર જ મળી શકે તે માટે ડોક્ટરની ટીમ હાજર રહેશે.

       આ ઓલિમ્પિકમાં માવતરના ઉત્સાહમાં વધારો કરવા માટે ગુજરાતી ફિલ્મ સ્તર હિતુ કનોડિયા, મોના થીબા, ભાવનગરના મેયરશ્રી એમ.કે.બી યુનિવર્સીટીમાં વાઈસ ચાન્સેલર શ્રી મહિપતસિંહ ચાવડા હાજરી આપશે અને તેઓ દ્વારા ઓલિમ્પિકની મશાલ ગયા વર્ષના વિજેતા વડીલોને આપશે જે ગ્રાઉન્ડ પર રીલે કરશે અને ત્યારબાદ ઓલિમ્પિકની મૂળ મશાલ હોર્સ રાઈડર અને ઉદ્યોગપતિ ચિરાગભાઈ પારેખ, સુમોટોના જનરલ મેનેજર શ્રી અમિતભાઈ મહેતા, તથા શ્રી કોમલકાંત શર્મા, શીપ રીસાયકલીંગએસોસિએશન ના પ્રમુખ, ચેમ્બરના પ્રમુખ, રોલિંગ મિલ એસોસિએશનના પ્રમુખ, વૃધાશ્રમ ના ટ્રસ્ટી બુધાભાઈ પટેલ, શેઠ બ્રધર્સ ના શ્રી ગૌરભાઈ શેઠ દ્વારા પ્રજ્વલિત કરવામાં આવશે.

       આ કાર્યક્રમમાં વડીલોને પ્રોત્સાહિત કરવા માટે શહેરના ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહેશે અને સાંજે સમાપન સમારોહ યોજાશે, આ કાર્યકર્મ દરમિયાન ભાવેણાની જનતાને વડીલોને પ્રોત્સાહન આપવા પધારવા વિભાવરીબેન દવે દ્વારા અપીલ કરવામાં આવી છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો