ઘરમાસમાન વેરવિખેર હાલતમાં અને વૃદ્ધની લાશ હાથપગ બાંધેલ હાલતમાં,
ભાવનગરમાં ફરી
એક હત્યાનો બનાવ બન્યો છે, ગઈકાલે મોડીરાત્રીના સમયે ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં
વુદ્ધ ની લૂટના ઈરાદે હાથ પગ બાંધી અને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને હત્યા
નીપજાવી નાખતા ચકચાર મચી ગઈ છે, જો કે બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારી નો કાફલો
ઘટના સ્થળે જઈ અને તપાસ આરંભી હતી.
ભાવનગરમાં
રાત્રીના ગાળામાં લાભ લઈને લુટ અને હત્યાના ગુન્હાને અંજામ આપવામાં આવ્યો છે
શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલ ધજાગરા વાળી શેરીમાં રહેતા દિલીપભાઈ પટેલ ઘરે એકલા
હતા તે દરમ્યાન મોડીરાત્રીના સમયે કોઈ અજાણય શખ્સો ઘરમાં ઘૂસીને દીલીપભાઈને
બાંધીને તીક્ષ્ણ હથિયારોના ઘા મારી અને મૃત્યુ નિપજાવ્યા બાદ ઘરમાં લુટ કરવામાં
આવી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. બનાવ બાદ ગંગાજળિયા પોલીસ અને ડીવાયએસપી
સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બનાવને પગલે તપાસ હાથ ધરી હતી,
મૃતક વૃદ્ધ નો
પરિવાર સુરત રહેતો હોય અને વૃદ્ધ એકલાજ આહિયા રહેતા હોવાની માહિતી સામે આવી છે
ત્યારે ઘરમાં જે પ્રમાણે સમાન વેરવિખેર હતો તેના પેથી પોલીસ દ્વારા ઘરમાં લૂટ થી
હોય તે દિશામાં હાલ તપાસ હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો