BREAKING

ભાવનગરના બોરતળાવના દબાણ મુદ્દે વિપક્ષનું સાશક ને દબાણ!


વિપક્ષ દ્વારા એક દિવસીયધરણા યોજી દબાણો દુર કરવા સશ્કને દબાણ કરવામાં આવ્યું, શું સાચે જ દબાણો દુર થશે!


ભાવનગર ની શાન અને ભાવનગર શહેરની જનતાને પીવાના પાણી માટે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા બનાવવામાં આવેલ બોરતળાવ આજે રાજકીય મુદ્દ્દો બની ગયો છે. આ વર્ષે કુદરતની મહેર થતા બોરતળાવ છલક ચપાટીએ ભરાયું છે ત્યારે સાશક અને વિપક્ષ બન્ને બોરતળાવમાં થયેલ દબાણ મુદ્દે અમને સામને જોવા મળી રહ્યા છે, આજે વિપક્ષ દ્વારા દબાણ હટાવવા મુદ્દે એક દિવસના ધરણા કરવામાં આવ્યા હતા જયારે સાશકે અને ચુંટણી લક્ષી નાટક ગણાવ્યું છે.

ભાવનગરની જનતાના પીવાના પાણી માટે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા એક તળાવનું નિર્માણ કરવામાં આવ્યું,  લગભગ ૩૮૧ હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલા આ તળાવનું નામ પ્રખ્યાત દીવાન શ્રી ગૌરીશંકર ઓઝાના નામ પરથી ગૌરીશંકર તળાવ પડ્યું હતું જે હાલ બોરતળાવતરીકે ઓળખાય છે. જો કે હાલ આ બોરતળાવ ના જળસ્ત્રાવ વિસ્તારમાં મોટા પાયે દબાણો કરવામાં આવ્યા છે, ભૂમાફિયા અને બિલ્ડર લોબી દ્વારા બોરતળાવ આજુબાજુની જમીનોમાં મોટાપાયે દબાણો કરવામાં આવ્યા છે, ત્યારે જનતાની સુખાકારી માટે બનાવવામાં આવેલ બોરતળાવ હવે રાજકીય અખાડો બની ગયો છે, બોરતળાવનનું દબાણ દુર કરવામાં સાશક ને રસ નથી જ્યારે વિપક્ષ દ્વારા આવા નાટકો કરવા માં આવી રહ્યા છે, જો કે વર્ષો થી મોટા માથાના દબાણો આજદિન સુધી દુર થયા નથી તે પણ વાસ્વિકતા છે.

જો કે બોરતળાવ ની સેતેલાઈત ઈમેજ પણ કરવામાં આવી હતી પરંતુ તે માત્ર બધું જ કાગળ પર રહ્યું છે, જ્યારે ગત સાધારણ સભામાં વિપક્ષ દ્વારા સાશક પક્ષને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે તાકીદે બોરતળાવના દબાણો દુર કરવા જોઈએ, આજે આ અલ્ટીમેટમ પૂરું થતા વિપક્ષ દ્વારા મેયરની ચેમ્બર સામે જ બેનરો પોસ્ટરો અને સુત્રોચ્ચાર સાથે ધારણા પર બેસી ગયા હતા, વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે બોરતળાવ આજુબાજુની ૨૦૦ વીઘા જમીન પાલીતાણા સ્યુગર મિલના નામે થી ગઈ છે અને દબાણો કરી દેવામાં આવ્યા છે, જે દબાણો આજદિન સુધી દુર કરવામાં આવ્યા નથી.

જો કે અ બાબતે સાશક પક્ષ દ્વારા ધરણા ને એક નાટક ગણાવ્યું હતું, ચેરમેને જણાવ્યું હતું કે જ્યારે જ્યારે ચુંટણી નજીક આવે ત્યારે કોંગ્રેસ દ્વારા આવા નાટકો શરુ કરવામાં આવે છે, અમે દબાણો હટાવવાના જ શીયે જે તે અંગે નોટીસો પણ આપવામાં આવી છે જે વિપક્ષ જાણે છે અને આવા નાટકો કરી જનતા નો વિશ્વાસ જીતવા માંગે છે. જે જમીનો પર દબાણો થયા છે તેમાં કેટલીક જમીનો કલેકટર દ્વારા ફાળવવામાં આવી છે તો કેટલીક જમીનોના કોર્ટ મેટર છે તે શિવાયન દબાણો અંગે અમે કાર્યવાહી ટૂંક સમયમાં જ કરવાના શીયે.


જો કે સાશક અને વિપક્ષ બન્ને બોરતળાવ મુદ્દે વર્ષોથી લડ્યા કરે છે પરંતુ બોરતળાવના દબાણો દુર થયા નથી અને હજુ પણ થી રહ્યા છે તે પણ વાસ્તવિકતા છે, ભૂતકાળમાં દબાણો હટાવવા ગયેલ મનપાની ટીમ રાજકીય આગેવાનોના ફોન આવી જતા વિલા ઓઢે પરત પણ ફર્યા ના દાખલા છે, ત્યારે જનતા આ બધો જ ખેલ જોઈ રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો