BREAKING

ભાવનગર ના નિર્મળ નગર વિસ્તારમાં ડીઝલ ટેન્કમાં બ્લાસ્ટ થતા એકનું મોત.


ભાવનગર શહેરના નિર્મળ નગર વિસ્તારમાં આવેલ ગેસ વેલ્ડીંગ ની દુકાનમાં ડીઝલ ટેન્કને વેલ્ડીંગ કરતી વેળાએ અચાનક જ ટેન્કમાં બ્લાસ્ટ થતા વેલ્ડીંગ કરી રહેલ આધેડનું કમકમાટીભર્યું મોત નીપજ્યું નીપજતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.

ભાવનગર શહેરના નિર્મળ નગર વિસ્તારમાં ફાયર સ્ટેશનની નજીક આવેલ આવેલ ગેસ વેલ્ડીંગ ની દુકાનમાં આજે બપોરના સમયે અલ્પેશભાઈ રમેશભાઈ કનાડ નામના આધેડ એક ડીઝલ ટેન્કમાં ગેસ વેલ્ડીંગ નું કામ કરી રહ્યા હતા તે દરમિયાન ડીઝલ ટેન્કમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો, બ્લાસ્ટ થતા જ કામ કરી રહેલ અલ્પેશભાઈ ને ગંભીર ઈજાઓ થઈ હતી તેમને ઈજાગ્રસ્ત હાલતે તાકીદે ભાવનગરની સર ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, આ ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસ સ્ટાફે લાશનો કબજે મેળવી લાશને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અત્રે ઉલેખનીય છે કે મૃતક રમેશભાઈ ભાવનગર ના ભરતનગર વિસ્તારમાં આવેલ સીતારામનગર માં રહે છે અને તેમને બે બાળકો છે, મજુરી કરી ગુજરાન ચલાવતા પરિવારના મોભીનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો