BREAKING

ભાવનગર માલધારી સમાજ દ્વારા વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી.



અહેવાલ-અજય બુધેલીયા

આજે ૨૬ નવેમ્બર એટલે વિશ્વ માલધારી દિવસ, પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલ સમાજ એટલે માલધારી સમાજ, પશુપાલન વ્યવસાય થી લઈને ઉચ્ચ હોદા સુધી વિસ્તરેલા સમાજ દ્વારા આજે ભાવનગર ખાતે વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ભાવનગરના માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ અને એક વિશાળ રેલી યોજવામાં આવી હતી, આ રેલી ભાવનગરના વિવિધ વિસ્તારમાં ફરી અને  માલધારી સમાજના વિકાસ માટે, સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તેમજ સમાજના કુરિવાજો દુર થાય તે માટેના સંદેશ સાથે ફરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો