BREAKING

ઉપલેટા ખાતે ખેડૂત આગેવાનોની હાજરીમાં વિશાળ સંમેલન મળ્યું.


ઉપલેટામાં ખેડૂતોને સંપૂર્ણ પાક વીમો મળે અને સંપૂર્ણ દેવા માફી મળે તે માટે ખેડૂત અધિકાર સંમેલન અંતર્ગત ધરણા અને સભા યોજાઈ.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ બાપુના બાવલા ચોક ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિવૃષ્ટિ બાદ બે વાવાઝોડા અને ત્યારબાદ ત્રણ ત્રણ કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ભારે નુકશાન થયું છે. જે સંદર્ભે ગુજરાત સરકારે ૭૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરેલ હતું. જે ઓછું લાગતા કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી વિરોધ નોંધાવ્યો હતો. ફરીથી રાજ્ય સરકારે ૩૦૯૫ કરોડ એમ કુલ ૩૭૯૫ કરોડના મસ મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે. છતાં કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ વીમો અને સંપૂર્ણ દેવા માફી ને લઈને ધરણા અને સભાનો કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ રાહત પેકેજમાંથી ઉપલેટા તાલુકાને બાદ કરતાં ખેડુતોમાં રોષ પણ વ્યાપી ગયો હતો. ઉપલેટા ખાતે  સવારે ૧૦.૩૦ થી ૪.૩૦ સુધી ધરણા યોજવામાં આવ્યા હતા. સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી સભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલ, પાલભાઈ આંબલિયા સાથે ધારાસભ્યો ધોરાજીના  લલિત વસોયા, ટંકારાના લલિત કરગથરા, રાજુલાના અંબરીશભાઈ ડેર  જામજોધપુરના ચિરાગ કાલરીયા, મોરબીના બ્રિજેશ મેરજા, તળાજાના કનુભાઈ બારૈયા, ચોટીલાના ઋત્વિક મકવાણા, ધારીના જે. વી. કાકડીયા, સાવરકુંડલાના પ્રતાપ દુધાત, વિસાવદરના હર્ષદ રિબડીયા, જૂનાગઢના ભીખાભાઈ જોષી, માંગરોળના બાબુભાઈ વાજા, કાલાવડના  પ્રવીણભાઈ મૂછડીયા સહિતના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહયા હતા. સાંજે ૫ થી ૭ સભા યોજાઈ હતી. જેમાં રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં નેતાઓને જોવા અને સાંભળવા ઉમટ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો