BREAKING

ઉપલેટા આહીર સમાજ દ્વારા તેજસ્વી તારલાનો સન્માન યોજાયો.





ઉપલેટા  તાલુકા આહિર સારસ્વત મંડળ આયોજિત તેજસ્વી સન્માન સમારોહ પોરબંદર રોડ પર આવેલ મુરલીધર આહિર સમાજ ખાતે યોજાયો.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ દરેક ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરતી ઉપલેટા તાલુકા આહિર સારસ્વત મંડળ આયોજિત ૧૩ મો તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહ પોરબંદર રોડ પર આવેલ મુરલીધર આહિર સમાજ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં આહિર સમાજના ૨૦૦ થી પણ વધારે તેજસ્વી બાળકોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. આહિર જ્ઞાતિના વિદ્યાર્થીઓની કારકીદી વધુ તેજસ્વી બને અને તેમને પ્રેરક પ્રોત્સાહન મળી રહે તે હેતુસર આ સન્માન સમારોહ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, નિવૃત્ત સારસ્વતોનું સન્માન, વિશિષ્ટ વ્યક્તિત્વનું સન્માન,  દાતાશ્રીઓનું સન્માન, ભારતી સૈન્યમાં સેવા આપતા આહિર જવાનોનું સન્માન યોજવામાં આવ્યુ હતું. આ  આહિર સારસ્વત મંડળ દ્વારા  દર વર્ષે  જન્માષ્ટમી નિમિત્તે  વ્યાજબી ભાવે  મીઠાઈ વિતરણ, જરૂરિયાત મંદ  આહિર પરિવારોને નિઃશુલ્ક  મીઠાઈ અને ફરસાણ વિતરણ,  તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, રાહત દરે  ફુલ સ્કેપ  ચોપડા  વિતરણ, સ્પર્ધાત્મક  પરીક્ષાના  માર્ગદર્શક  વર્ગોનું  આયોજન, સામાજિક  પ્રસંગોમાં સરાહનીય કામગીરી, મુરલીધર  આહીર સમાજ નું નિર્માણ  અને સંચાલન વગેરે જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ આ  સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ તથા લડાયક ખેડૂત આગેવાન એવા પાલભાઈ આંબલિયા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સમગ્ર  ઉપલેટા તાલુકામાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો, હોદ્દેદારો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો