BREAKING

રાણપુરમાં શિયાળે ચોમાસા જેવી સ્થિતિ, પાણીની લાઇન તૂટતા ઠેર ઠેર પાણી ભરાયા



રાણપુર
બોટાદ જીલ્લાના રાણપુરમાં અનેક જગ્યાએ પાણીની લાઈન લીકેજ હોવાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે  લાખો રૂપિયાના ખર્ચે નાંખવામાં આવેલી પાણીની લાઈન વારંવાર લીકેજ થાય છે અને વળી પાછી આ લીકેજ લાઈન રીપેર કરવામાં આવે છે પણ આ લીકેજ લાઈનમાંથી પાણી નિકળવાનું બંધ નહી થતા પાણી પુરવઠાના કર્મચારીઓની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે..


રાણપુર શહેરની આશરે ૨૫ હજાર ની વસ્તી ધરાવતુ ગામ છે રાણપુરમાં ઉનાળા માં ૧૦ થી ૧૨ દિવસે માંડ પીવાનું પાણી મળતુ હોય છે.ત્યારે રાણપુરમાં અનેક જગ્યાએ પાણીની લાઈનો લીકેજ છે જેના કારણે મોટા પ્રમાણમાં પાણી વેડફાટ થઈ રહ્યો હોવા છતા રાણપુર પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓના પેટનું પાણી પણ હલતુ નથી.ધારપીપળા રોડ ઉપર તો છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી મોટા પ્રમાણ માં પાણી લીકેજ થઈ રહ્યુ છે.ત્યારે મોટા પ્રમાણમાં થતા પાણીના બગાડ ને લઈ સ્થાનિક તંત્ર દ્રારા રાણપુર પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ સામે કોઈ જ પગલા નહી લેવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. રાણપુરના લોકો ગત ઉનાળા દરમ્યાન પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હતા.૧૦ થી ૧૨ દિવસે માંડ પાણી આપવામાં આવતુ હતુ.ત્યારે હાલ રાણપુરમાં અનેક જગ્યાએ પીવાના પાણીની લાઈન લીકેજ છે જેના લીધે પુરતા ફોર્સથી પાણી ન આવતુ હોવાની વ્યાપક ફરીયાદો છે.મેઈન રોડ રસ્તાઓ ઉપર પાણી લીકેજ થવાને લીઘે હજ્જારો લીટર પાણી નો વેડફાટ થઈ રહ્યો છે.અને રાણપુર પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓના પેટ નું પાણી પણ હલતુ નથી.જો આવી જ રીતે પાણી નો વેડફાટ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં રાણપુર ના લોકોને પુરતા પ્રમાણમાં પાણી માટે વલખા મારવા પડે તો પણ નવાઈ નહી.જ્યારે લોકચર્ચા મુજબ રહ્યો છે  લાખો રૂપિયાના ખર્ચે નાંખવામાં આવેલી પાણીની લાઈન વારંવાર લીકેજ થાય છે અને વળી પાછી આ લીકેજ લાઈન રીપેર કરવામાં આવે છે પણ આ લીકેજ લાઈનમાંથી પાણી નિકળવાનું બંધ નહી થતા પાણી પુરવઠાના કર્મચારીઓની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.જ્યારે  રાણપુર પાણી પુરવઠાના કર્મચારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે આવા કર્મચારીઓ ઉપર તાત્કાલિક કડક પગલા ભરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો