BREAKING

જાગૃત નાગરિક ની જાગૃતતા થી 11 વર્ષની બાળકીનું અપહરણ થતા અટક્યું.

          
તસ્વીર સૌજન્ય-ગોરધન દાફડા.બાબરા
બાબરા તાલુકાના અમરાપરા ગામમાં આવેલ સ્વામીનારણ મંદિરના પાછળના ભાગેથી ૧૧ વર્ષની બાળકીનું બે આરોપીઓ અપહરણ કરી લઇ જતાં હોય અને રસ્તામાં આરોપીઓને અમરાપરા ગામમાં રહેતાં લાભુભાઇ પટેલ સામે મળતાં તેને અપહરણ કરી લઇ જતાં હોય તેવી શંકા જતાં તેણે આ ૧૧ વર્ષ ની બાળકીને બચાવી લીધેલ હતી અને આ ૧૧ વર્ષની બાળકીએ બે આરોપીમાંથી એક આરોપીનો મોબાઇલમાં ફોટો દેખાડતાં જણાવેલ કે આ વ્યક્તી મને લઇને ગયેલ હતો જેથી તે બાબતે બાબરા પો.સ્ટે.માં અપહરણની ફરીયાદ નોંધી  બાબરા પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. પી.એન.મોરી તથા સાથેના પો.કર્મચારીઓ  પો.સ્ટાફે આફોટા વાળો વ્યક્તીનું કોણ છે અને તેના નામ વિશે તપાસ કરતાં તે મુળ ખંભાળા ગામનો હસમુખભાઇ રમેશભાઇ મેણીયા હોવાનું માલુમ પડેલ અને બાતમી મળેલ કે હાલ તે બાબરા ગામે ઝાંબની સીમ વિસ્તારમાં હાજર છે, જેથી ત્યાં જઇ આરોપીને ઝડપી લીધેલ અને ત્યાર બાદ તેના સહઆરોપી વિશે પુછપરછ કરતાં તે જામબરવાળા ગામે હોવાનું જણાવેલ અને તેનું નામ કલ્પેશભાઇ ધીરૂભાઇ મકવાણા રહે.મેઘોડીયા તા.ગઢડાવાળો હોવાનું જણાવેલ જેથી જામબરવાળા ગામે જઇ તુર્તજ આરોપી નં.-૦૨ ને ઝડપી પાડેલ અને આ સમગ્ર કામગીરી ગણતરીની કલાકોમાં જ બાબરા પોલીસે કરી બંને આરોપીને ઝડપી પાડી બંને આરોપીને સર્કલ પો.ઇન્સને સોંપી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો