BREAKING

તળાજા ના ટીમાણા ગામે બાબર જ્ઞાતિના દ્વિતીય સમુહલગ્ન યોજાઈ ગયા.


સૌજન્ય.અશોક મકવાણા.તળાજા

તળાજા

તળાજા તાલુકાના ટીમાણા ગામે આજે સમગ્ર બાબર જ્ઞાતિ ટીમાણા હુંડો દ્વારા દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નમાં ૩૯ નવદંપતિઓએ સાધુ-સંતો અને સમાજના અગ્રણીઓના આશીર્વચન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.જેમ બાપ પોતાની વ્હાલસોયી દીકરીને જે રીતે ઘેરથી વળાવી અને સાસરીએ વિદાય આપે છે તે જ રીતે ટીમાણા બાબર જ્ઞાતિ હુંડો દ્વારા દીકરીઓને કરિયાવર આપી વિદાય કરવામાં આવી હતી, સમગ્ર લગ્નમાં બાબર જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં હોશે-હોશે ઉમટી પડ્યા હતા. બાબર સમાજ ના આગેવાનો દ્વારા સમૂહ લગ્નમાં ઉદારદિલે ફાળો આપી, તેમ જ સમાજના આગેવાનોએ આ સમુહલગ્નને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો