BREAKING

સિહોર નગરપાલિકા ચૂંટણીમાં બાબર સમાજના હીનાબેન ગઢાદરા વિજયી બનતા સમાજના લોકો ઉત્સાહ.



સિહોર 

સિહોર નગરપાલિકાની ચૂંટણીમાં બાબર સમાજના હીનાબેન ગઢાદરા વિજય બની બાબર સમાજનું ગૌરવ વધારેલ છે.

હીનાબેન સૌપ્રથમ ભાજપ મહિલા મંડળમાં સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયા હતા ત્યાર બાદ ભાજપ તરફથી તેમની ઉમદા કામગીરી બદલ સિહોર માં કોર્પોરેટર તરીકે ટિકિટ મળેલ અને ત્યારે તેઓ જંગી બહુમતીથી વિજયી બન્યા હતા અને 2002 થી 2008 સુધી કોર્પોરેટર તરીકે જવાબદારી સંભાળી હતી,ત્યાર પછીની ટર્મમાં ભાજપનીનો રિપીટ થીયરી હોવાથી ટિકિટ ના મળતા તેઓએ અપક્ષ તરીકે ફોર્મ ભરેલ પણ ત્યારે થોડા મતોથી હાર થયેલ..અને ભાજપને તેમની ભૂલ સમાજયી એટલે ફરી વાર ભાજપમાં સામેલ કર્યા અમે 2018 નગરપાલિકાની ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી અને તેઓ વિજેતા બન્યા. હાલમાં તેઓ ભાવનગર જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી તરીકેની જવાબદારી સાંભળે છે. અને જ્યારે નરેદ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ દ્વારા બાબર સમાજના પ્રશ્નો અંગે નરેન્દ્ર મોદીને સફળ રજૂઆતો પણ કરેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો