BREAKING

ડોક્ટરને બ્લેકમેલ કરી રૂપિયા પડાવનાર ટોળકીનો પર્દાફાશ





ભાવનગર ના સોનગઢ નજીક આવેલ સણોસરા ગામે ખાનગી કલીનીક ચાલવતા તબીબને પ્રેમજાળ માં ફસાવી અને બહેનપણીના ઘેર બોલાવી શરીર સુખ માણવા મજબુર કરી અને વિડીઓ કરી ત્રણ સખ્સોએ તબીબને બ્લેકમેલ આગિયાર લાખની માંગણી કરનાર ત્રણ ઇસમ પૈકી એક ઇસમને ભાવનગર પોલીસે ટ્રેપ ગોઠવી અને દબોચી લીધો છે જ્યારે અન્ય ઇસમોને ઝડપી લેવા માટેની  તજવીજ હઠ ધરવામાં આવી છે. 

સભ્ય સમાજ માટે લાલબત્તી સામન કિસ્સો આખી શકાય તેવી ઘટના ભાવનગરમાં બની છે, ભાવનગર જિલ્લાનાં સણોસરા ગામે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ પ્રતિષ્ઠિત તબીબને વોટ્સએપનાં માધ્યમથી પ્રિતી ઉર્ફે પુજા નામની સ્ત્રીએ સંપર્ક કરી તેઓ સાથે મિત્રતા કેળવી, ત્યાર બાદ તબીબને ફોન કરી પાલીતાણા પોતાની બહેનપણીનાં ઘરે લઇ જઇ મકાનમાં રૂમનો દરવાજો ખુલ્લો રાખી શેટી પલંગ પર બેસાડી વાતો ચીતો કરાવી તબીબ સાથે શારિરીક સુખનો આનંદ માણવાની આજીજી કરી પોતાનાં તમામ વસ્ત્રો કાઢી નાંખી તે તબીબ પાસે પણ પોતાનાં તમામ વસ્ત્રો ઉતરાવી અને અગાઉ કરેલ આયોજન મુજબ ભગવાનભાઇ નાકાભાઇ આલ, રઘાભાઇ નાનુભાઇ આલ અને  પ્રિતી ઉર્ફે પુજાનાં દિયર તરીકે ઓળખ આપનાર ત્રીજો વ્યક્તિ એમ ત્રણ ઇસમો રૂમમાં આવી જઇ તબીબ તથા પ્રિતી ને નગ્ન હાલતમાં મોબાઇલમાં વિડીયો રેકોર્ડીંગ કરી તબીબને માર મારી વિડીયો રેકોર્ડીંગ સોશ્યલ મીડીયામાં વાયરલ કરી સમાજમાં બદનામ કરી દેવાની તેમજ જાનથી મારી નાંખવાની અને બળાત્કારનાં ગુન્હામાં ફીટ કરાવી દેવાની ધમકીઓ આપી રૂ.૨૦ લાખની માંગણી કરી છેલ્લે રૂ.૧૧.૫૦ લાખમાં પતાવટ કરી કરી આંઠ તારીખ સુધીમાં પહોંચતા કરવાનો વાયદો કરેલ.


જો કે તબીબે હિમત રાખી અને સમાજમાં આબરૂ જવનો ડર રાખ્યા વિના બનાવની જાણ તબીબે તેનાં ઘરે જઇ પત્નિ તથા સાળાને કરતાં તેઓએ તેમણે હિંમત આપી અને આવાં લોકોનાં તાબે થવાને બદલે જવાની સલાહ આપી, આમ તબીબ અને તેમના પરિવારજનો ભાવનગર એસપી પ્રવીણ માલ ને મળતા તેઓ દ્વારા સમગ્ર કેસ અંગે તપાસ એલસીબી ને સોપી હતી, આ સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાને લેતાં એલસીબી પી.આઈ એ તબીબને જયાં સુધી આ લોકો રૂપિયાની માંગણી ન કરે ત્યાં સુધી રાહ જોવા જણાવેલ.અને તા.૦૮/૦૨/૨૦૧૮નાં રોજ તબીબનાં ફોન ઉપર રૂપિયા બાબતે વાતચીત થતાં તબીબે આ અંગે એલસીબી પીઆઈ ને જાણ કરતા એલસીબી પીઆઈએ ટ્રેપ ગોઠવવાનું નક્કી કરી રૂપિયા લેવા માટે આવનાર માણસને સોનગઢ-પાલીતાણા રોડ ઉપર આવેલ માનવ પરિવાર ટ્રસ્ટવાળી જગ્યાએ બોલાવેલ અને પોલીસ સ્ટાફ ખાનગી રીતે વોચમાં ગોઠવાઇ ગયેલ.આ દરમ્યાન રૂપિયા લેવા માટે બાઈક લઈને રઘાભાઇ નાનુભાઇ આલ નામનો ઇસમ આવતાં તબીબ તે માણસને ઓળખી જતાં પોલીસ સ્ટાફે તેણે ઘેરી લઇ રૂપિયા લેવા આવનાર માણસને પકડી લીધેલ ત્યાર બાદ તબીબે પોતાની સાથે બનેલ બનાવ અંગે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ત્રણેય ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપી ગુન્હો દાખલ કરાવેલ, તેમજ પોલીસ બાકીના ઇસમોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

જો કે તબીબની હિમત ના કારણે અ ઇસમનો પર્દાફાશ થયો હતો પરંતુ સમાજમાં આવા કેટલાય કિસ્સાઓમાં લોકો આબરૂ જવની બીકે પોલીસ ફરિયાદ કરતા નથી અને આવા લોકોના તાબે થઈ જતા હોય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો