BREAKING

વીડિયો ન્યુઝ.સુરત.લાભેશ્વર પોલીસ ચોકી પાસે જ ધમધમતા હતા દારૂના અડ્ડા.




સુરત: 

વરાછાના બરોડા પ્રિસ્ટેજ નજીક આવેલા લંબે હનુમાન રોડ પરની લાભેશ્વર પોલીસ ચોકીની તદ્દન બાજુમાં જ વર્ષોથી ધમધમતા દારૂના અડ્ડાનો કોઇ સ્થાનિકે વીડિયો ઉતારી વાયરલ કરી દીધો હતો. જેથી પોલીસે દારૂના અડ્ડાને તાબડતોબ બંધ કરાવી બુટલેગરની ધરપકડ કરવી પડી હતી.

વીડિયો કોઇ સ્થાનિકે ઉતારીને વાયરલ કરી દીધો.

પોલીસ કમિશનરના આદેશ બાદ વરાછા પોલીસની ટીમે આ અડ્ડા પર દરોડો પાડી ત્યાંથી બુટલેગર નારાયણ જીવણ શાહુ (રહે: આંબાવાડી, લાભેશ્વર)ને પકડી પાડી તેની પાસેથી રૂ. 4,500ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો. જ્યારે નારાયણના ભાઈ અજયને તેમજ અન્ય એક યોગેશ નામના યુવાનને વોન્ટેડ બતાવ્યા છે. તરત જ પગલા લેનારા પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું કે આવું કોઇપણ જગ્યાએ ચાલતું હોય તો તરત કડક પગલા લઇશું. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો