આપણે ત્યાં એક એવી માન્યતા છે કે સરકારી શાળામાં
સારું શિક્ષણ ના મળે ત્યાં ના શિક્ષકો માત્ર કરવા ખાતર જ નોકરી કરે છે, બાળકો
આભ્યાસમાં કાચા રહે છે, પરંતુ આ આવી ઘણી બધી માન્યતાને ખોટી ઠેરવી છે ભાવનગરના
કેટલાક ઇનોવેટીવ શિક્ષકોએ કરેલા શિક્ષણમાં નવીનીકરણ અન્ય શિક્ષકો નિહાળે અને તેનું
અનુકરણ કરે અને સરકારી શિક્ષણ સુધરે તે માટે ભાવનગરમાં બે દિવસીય જીલ્લા એજ્યુકેશન
ઇનોવેશન ફેર નું આયોજન કરવામાં આવ્યું છે.
સરકારી શાળામાં ભણતા બાળકોમાં
આભ્યાસની રૂચી કેમ વધે અને તે ખાનગી શાળા કરતા સારું શિક્ષણ કેમ મેળવે તે માટે,
શું કરીએ તો બાળકો સરકારી શાળા માંથી પણ ફાકડું અંગ્રેજી બોલતા શીખે ? બાળકોમાં
રહેલી સુશુક્ત શક્તિઓ કેમ બહાર લાવવી? આ તમામ બાબતો માટે સરકારી શાળામાં નોકરી
કરતા કેટલા શિક્ષકોએ શિક્ષણ સાથે કઈક નવીનીકરણ લાવીને બાળકોને ખાનગી શાળા કરતા પણ
સારું શિક્ષણ આપી શકાય તે માટે તેવા પ્રયત્નો કર્યા છે અને તેનું ધાર્યું પરિણામ
પણ આવ્યું છે ત્યારે આવા શિક્ષકોના ઇનોવેટીવ આઈડિયા દુનિયા સામે આવે અને અન્ય
શિક્ષકો પર તેનું અનુકરણ કરી સારું શિક્ષણ આપી બાળકોના ભાવિનું ઘડતર કરે તે માટે
ભાવનગર જીલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા સીદસર મુકામે બે દિવસ માટે એજ્યુકેશન
ઇનોવેશન ફેર નું આયોજન કરવામાં આવ્યું છે.
આ એજ્યુકેશન ઇનોવેશન ફેરમાં
ભાવનગર જીલ્લાના પ્રાથમિક શાળાના ૪૬ તેમજ માધ્યમિક શાળાના ૪ ઇનોવેટીવ શિક્ષકો આ
ફેરમાં ભાગ લીધો હતો, આ શિક્ષકો તેમની શાળામાં તેમના ઇનોવેટીવ આઈડિયા દ્વારા કેવી
રીતે ભણાવી રહ્યા છે તે અંગે નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પાલીતાણા
નાથાભાઈ ચાવડા દ્વારા “મારી શાળાની સફર” હેઠળ રોજ રીસેસમાં બાળકો શાળાની સફર કરે
છે અને શાળામાં રહેલ કચરાને સાફ કરે છે, અને રોજ પ્રાર્થનામાં તેની આહેવાલ રજુ કરે
છે, આમ ધીમેધીમે શાળા સંપૂર્ણ સ્વચ્છ બની ગઈ, જે બાળકો કે શિક્ષકો કચરો ફેકતા તેઓ
બંધ થઇ ગયા, આ અભિગમ જો દરેક સરકારી કચેરીમાં કચેરીના હેડ દ્વારા અપનાવવામાં આવે,
દરેક કર્મચારી તેમની કચેરીની સફર કરે આપો આપો કચેરી સ્વચ્છ થઇ જ્શે
આ ઉપરાંત, ચિત્રો દ્વારા સંસ્કૃત નો અભ્યાસ, રમત-ગમત સાથે ગણિતનું જ્ઞાન, મફત અને મરજિયાત ટ્યુશન, શાળાકીય ન્યુઝ દ્વારા સર્જનાત્મક વિકાસ, દીવાલ થી દિમાગ સુધી, ફિલમ ફિલ્મ રમીએ જેવા અનેક ઇનોવેટીવ આઈડિયા દ્વારા તેમની શાળામાં બાળકોનો કેવો સર્વાંગી વિકાસ થયો છે તે અંગે શાળાના શિક્ષકો દ્વારા પ્રદર્શનો રજુ કરવામાં આવ્યા હતા અને જેને જીલ્લાનાદરેક શાળાના શિક્ષકો નિહાળે તે માટે બે દિવસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો