BREAKING

તળાજા ખાતે રાજપૂત સમાજ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું.

 

સૌજન્ય-હેમરાજસિંહ વાળા

 પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કારડીયા રાજપૂતો સામેની લડાઇ હવે તેજ બની રહી છે. જે અંતર્ગત આજરોજ ભાવનગરના તળાજામાં પણ કારડીયા રાજપુત સમાજે વિશાળ રેલી કાઢી મામલતરદારને આવેદનપત્ર આપ્યુ હતું. જ્યારે બગોદરા નજીક ભાયલા ખાતે આગામી 5 નવેમ્બરે મહાસંમેલન પણ યોજાવાનું છે.

કારડીયા રાજપુતો કહી રહ્યા છે કે તેમની લડાઈ ભાજપ સામે નહીં પણ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે છે. આમ છતાં કારડીયા રાજપુત સમાજ સાથે વાત કરી પ્રશ્નનું નિરાકરણ લાવવાની તૈયારી ભાજપના કોઈ નેતામાં નથી. ભાવનગરના બુઘેલ ગામના પુર્વ સરપંચ દાનસંગભાઇ મોરી સામે કરવામાં આવેલા કેસ પાછા ખેંચવા માટે કારડીયા રાજપુતો દ્વારા દસ દિવસની મુદત આપવામાં આવી હતી, તે સમય વીતી ગયા હોવા છતાં ભાજપ સરકારે કોઇ કાર્યવાહી નહીં કરતા હવે અમદાવાદ જિલ્લાના બગોદરા નજીક આવેલ ભાયલા ખાતે 50 હજાર કારડીયા રાજપુતોના મહાસંમલેનન જે આગામી 5 નવેમ્બરે યોજાવાનું છે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ભાવનગરથી કારડીયા રાજપુતોનું આંદોલન વેગ પકડી હવે રાજ્યવ્યાપી બની ગયુ છે. રોજ અલગ અલગ શહેરોમાં રેલીઓ અને સભાઓ થઈ રહી છે.  આગામી સમયમાં ભાયલા ખાતે 50 હજાર કારડીયા રાજપુતો સંમલેન કરી આરપારની લડાઈ લડી લેવાના મુડમાં છે. 

આજરોજ ભાવનગરના તળાજામાં પણ કારડીયા રાજપુત સમાજે વિશાળ રેલી કાઢી મામલતરદારને આવેદનપત્ર આપ્યુ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે કારડીયા સમાજ 1996થી ભાજપની વોટ બેન્ક રહ્યો છે અને કારડીયા સમાજ ચૂંટણી જીતાડી અને હરાવી શકે તેવી 23 બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો