ભાવનગર ખાતે એન.સી.સી ગ્રુપ હેડક્વાટર રાજકોટ દ્વારા એન.સી.સી ની સ્થાપના બાદ સૌપ્રથમવાર “સી”પ્રમાણપત્ર પાસ કરેલ સૌરાષ્ટ્ર અને કચ્છ ના ૧૦૬૬ કેડેટ્સ ને પ્રમાણપત્ર આપવા અંગેનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો.રાજ્યના એડીજી મેજર જનરલ સુભાષચંદ શરણ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રથમ દીક્ષાંત સમારોહમાં અનેક આમંત્રિત મહેમાનો અને એન.સી.સી કેડેટ્સ હાજર રહ્યા હતા.
વર્ષ ૧૯૪૮માં એન.સી.સી ની સ્થાપના કરવામાં આવી છે અને જેમાં અત્યારસુધીમાં મોટી સંખ્યામાં કેડેટ્સ જોડાયા છે.ત્યારે એન.સી.સી ના ઇતિહાસમાં પ્રથમવાર દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભાવનગર ખાતે એન.સી.સી ગ્રુપ હેડક્વાટર રાજકોટ દ્વારા એન.સી.સી ની સ્થાપના બાદ સૌપ્રથમવાર “સી”પ્રમાણપત્ર પાસ કરેલ સૌરાષ્ટ્ર અને કચ્છ ના ૧૦૬૬ કેડેટ્સ ને પ્રમાણપત્ર આપવા અંગેનો દીક્ષાંત સમારોહ રાજ્યના એડીજી મેજર જનરલ સુભાષચંદ શરણ ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં એડીજી મેજર જનરલ સુભાષચંદ શરણ અને તેમના પત્નીનું કમાન્ડર બ્રિગેડીયર અજીતસિંહ દ્વારા પાયલોટીંગ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે આમંત્રિત તમામ મહેમાનોનું સ્વાગત ગણેશ વંદના ની પ્રસ્તુતિ સાથે કરવામાં આવી હતી.ત્યારબાદ એડીજી મેજર જનરલ સુભાષચંદ શરણ દ્વારા એન.સી.સી ના વિવિધ કેદેત્સને મોમેન્ટો અને પ્રમાણપત્ર તેમજ બાકી ૧૦૬૦ જેટલા કેડેટ્સ ને “સી” પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ દીક્ષાંત સમારોહમાં મોટી સંખ્યામાં રાજ્યભર માંથી એન.સી.સી ના કેડેટ્સ આવી પહોચ્યા હતા.જેમાં અનેક કેડેટ્સ કે જે પહેલા એન.સી.સી માં જોડાયા હોય અને જરૂરી તમામ ટ્રેઈનીંગ પૂર્ણ કરી હોય પરંતુ હાલ તે અન્ય સ્થળ પર નોકરી કરતા હોય તેવા કેડેટ્સ ના માતાપિયા નું પણ અહી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ કેડેટ્સ દ્વારા તેમને મળેલા સન્માન અંગે પોતાનો ભાવ રજુ કર્યો હતો.
દેશમાં પ્રથમવાર ભાવનગર ખાતે એનસીસી દીક્ષાંત સમારોહ યોજાયો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો