BREAKING

સુરતમાં મેઘસવારી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

તસ્વીર- રાહુલ મકવાણા

બે દિવસથી ગુજરાતને ધમરોળતા મેઘાની સવારી મધરાતે સુરત આવી પહોંચી હતી. ધીમી ધારે વરસતા વરસાદના પગલે થોડા દિવસથી તરસી રહેલા શહેરીજનો તરબોળ થઈ ગયા હતાં.લાજપોર બાજુના નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પગલે મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતાં. શહેરમાં રાત્રીના 12 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. વલસાડમાં ભારે વરસાદના પગલે ટ્રેક પર પાણી ફરી વળતાં સુરતના ટ્રેન વ્યવહારને અસર પડી હતી. 

શહેરમાં મધરાત્રીથી આવી પહોંચેલી મેઘાની સવારીથી વલસાડ અને નવસારી જિલ્લામાં તબાહી મચી છે. ત્યારે આ વરસાદ સુરત શહેરમાં ધીમી ધારે વરસતા શહેરીજનો ખુશખુશાલ છે. બીજી તરફ લાજપોર જેલની સામે આવેલા નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા હતાં. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીના નીકાલ માટે લાજપોર બાજુ લોકોએ જાત મહેનત કરવી પડી હતી. 

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો