BREAKING

જીએસટી ના નામે પાનમાવાના ગલ્લાવાળાની ઉઘાડી લૂટ

હાલ સરકાર દ્વારા જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે પરંતુ જીએસટીના નામે વેપારીઓ ગ્રાહકો સાથે ઉઘાડી લૂટ કરીઓ રહ્યા છે. મોટાભાગની વસ્તુમાં ટેક્ષ સાથે ની એમ.આર.પી છાપેલી હોય છે આમ છતાં પણ કોઈપણ પ્રકારના ભય વિના છડેચોક કાયદાનું ઉલ્લધન કરીને એમ.આર.પી કરતા વધુ ભાવો લેવાઈ રહ્યા હોવાનું બુમરાણ ઉઠી છે. માનો કે કોઈ બિસ્કીટન્બા પેકેટના તમામ ટેક્ષ સાથે છાપેલા ભાવ પાંચ રૂપિયા છે તો જીએસટી ના નામે પાંચ રૂપિયાની વસ્તુ છ કે સાત રૂપિયામાં વેચવામાં આવી રહી છે. જ્યારે ગ્રાહક આ અંગે ફરિયાદ કરે તો તેને જીએસટી લાગી ગયો છે એવું ભાનુ ધરી દેવામાં આવે છે, જો કે એમ.આર.પી માં બધા જ પ્રકારના ટેક્ષ લાગ્યા બાદની જ કીમત હોય છે તો વેપારી પોતાના ઘરનો નવો ટેક્ષ ક્યાંથી લાવ્યા છે ખબર નથી પડતી.

એક ગ્રાહક આજે ભાવનગર શહેરના બિજનેસ સેન્ટરના એક પાનની દુકાને બિસ્કીટ નું પાકીટ લેવા ગયો ત્યારે પાંચ રૂપિયાની વસ્તુ કે જેના પર એમ.આર.પી પાંચ રૂપિયા લખેલ છે તે વસ્તુ ના છ રૂપિયા લેવામાં આવ્યા, એક તરફ સરકારને ધુમ્મ્બો મારી રહ્યા છે તો બીજી બાજુ ગ્રાહક ને લૂટી રહ્યા છે ત્યારે આવા વેપારીઓ પણ તંત્ર ક્યારે લગામ લગાવશે તે જનતા જવાબ માગી રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો